Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 177 of 655
PDF/HTML Page 232 of 710

 

અ. ૨. સૂત્ર ૧ ] [ ૧૭૭

मोक्षं कुर्वन्ति मिश्रौपशमिकक्षायिकाभिधाः।
बंधमौदयिका भावा निःक्रियाः पारिणामिकाः।।
[ગાથા-પ૬ જયસેનાચાર્યકૃત ટીકા]

અર્થઃ– મિશ્ર, ઔપશમિક અને ક્ષાયિક એ ત્રણ ભાવો મોક્ષ કરે છે, ઔદયિકભાવ બંધ કરે છે અને પારિણામિકભાવ બંધ-મોક્ષની ક્રિયા રહિત છે.

પ્રશ્નઃ– ઉપરના કથનનો શું આશય છે? ઉત્તરઃ– એ શ્લોકમાં કયો ભાવ ઉપાદેય અર્થાત્ આશ્રય કરવા યોગ્ય છે એ કહ્યું નથી, પરંતુ એમાં તો મોક્ષ કે જે કર્મના અભાવરૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે તે ભાવ જ્યારે પ્રગટે ત્યારે જીવનો કેવો ભાવ હોય તે બતાવ્યું છે અર્થાત્ મોક્ષ કે જે સાપેક્ષપર્યાય છે તેનું અને તે પ્રગટતી વખતે તથા તે પહેલાં સાપેક્ષપર્યાય કેવી હોય તેનું સ્વરૂપ બતાવ્યું છે. આ શ્લોક એમ બતાવે છે કે ક્ષાયિકભાવ મોક્ષને કરે છે એટલે કે તે ભાવનું નિમિત્ત પામીને આત્મપ્રદેશેથી દ્રવ્યકર્મનો સ્વયં અભાવ થાય છે. મોક્ષ તો આ અપેક્ષાએ ક્ષાયિક પર્યાય છે, અને ક્ષાયિક ભાવ તો જડ કર્મનો અભાવ સૂચવે છે. ક્ષાયિકભાવ થયા પહેલાં મોહના ઔપશમિક તથા ક્ષાયોપશમિક ભાવો હોવા જ જોઈએ અને ત્યાર પછી જ ક્ષાયિકભાવ પ્રગટે છે તથા ક્ષાયિકભાવ પ્રગટે ત્યારે જ જડ કર્મોનો સ્વયં અભાવ થાય છે-આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે ‘એ ત્રણે ભાવો મોક્ષ કરે છે’ એમ કહ્યું છે. આ શ્લોકમાં કયા ભાવને આશ્રયે ધર્મ પ્રગટે છે એ કાંઈ પ્રતિપાદન કર્યું નથી. એ ખ્યાલમાં રાખવું કે પહેલા ચારે ભાવો સ્વઅપેક્ષાએ પારિણામિકભાવો છે.

(જુઓ, જયધવલ પુસ્તક ૧, પાનું ૩૧૯, ધવલ ભાગ-પ, પાનું-૧૯૭)

૪. પ્રશ્નઃ– ઉપરના શ્લોકમાં કહ્યું છે કે-ઔદયિકભાવ બંધનું કારણ છે. જો એમ સ્વીકારીએ તો ગતિ, જાતિ આદિ નામકર્મ સંબંધી ઔદયિકભાવો પણ બંધનાં કારણ થાય?

ઉત્તરઃ– શ્લોકમાં કહેલ ‘ઔદયિકભાવ’માં સર્વ ઔદયિકભાવો બંધનું કારણ છે એમ ન સમજવું, પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર ભાવો બંધનું કારણ છે એમ સમજવું. (શ્રી ધવલા પુસ્તક-૭ પા. ૯-૧૦)

પ. પ્રશ્નઃ– औदयिका भावाः बंधकारणम्’ એમ કહ્યું છે તેનો અર્થ શું છે?

ઉત્તરઃ– તેનો અર્થ એટલો જ છે કે જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય. દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધાત્મ ભાવનાના બળ વડે