Moksha Shastra (Gujarati). Sutra: 12-13 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 201 of 655
PDF/HTML Page 256 of 710

 

અ. ૨. સૂત્ર ૧૨-૧૩ ] [ ૨૦૧

સંસારી જીવોના બીજા પ્રકારે ભેદ
संसारिणस्त्रसस्थावराः।। १२।।
અર્થઃ– [संसारिणः] સંસારી જીવ [त्रस] ત્રસ અને [स्थावरः] સ્થાવરના

ભેદથી બે પ્રકારના છે.

ટીકા

(૧) આ ભેદો પણ અવસ્થાદ્રષ્ટિએ પાડવામાં આવ્યા છે. (૨) જીવવિપાકી ત્રસનામકર્મના ઉદયથી જીવ ત્રસ કહેવાય છે, અને જીવવિપાકી સ્થાવરનામકર્મના ઉદયથી જીવ સ્થાવર કહેવાય છે, ત્રસ જીવોને બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયો હોય છે અને સ્થાવર જીવોને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. (સ્થિર રહે તે સ્થાવર અને હાલે-ચાલે તે ત્રસ એવી વ્યાખ્યા બરાબર નથી-એ ધ્યાન રાખવું.)

(૩) બે ઇન્દ્રિયથી અયોગકેવળી ગુણસ્થાન સુધીના જીવો ત્રસ છે, મુક્ત (સિદ્ધ) જીવો ત્રસ કે સ્થાવર નથી કેમકે ત્રસ અને સ્થાવર એ ભેદો સંસારી જીવોના છે.

(૪) પ્રશ્નઃ– ડરે-ભયભીત થાય અથવા હલન-ચલન કરે તે ત્રસ અને સ્થિર રહે તે સ્થાવર-એવો અર્થ કેમ કરતા નથી?

ઉત્તરઃ– જો હલન-ચલન અપેક્ષાએ ત્રસપણું અને સ્થિરતા અપેક્ષાએ સ્થાવરપણું એમ હોય તો (૧) ગર્ભમાં રહેલા, ઇંડામાં રહેલા, મૂર્છિત, સૂતેલા વગેરે જીવો હલન-ચલન રહિત છે તેથી તેઓ ત્રસ નહિ ઠરે; અને (ર) પવન, અગ્નિ તથા જલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં દેખાય છે તેમ જ ધરતીકંપ વગેરે વખતે પૃથ્વી ધ્રૂજે છે, અને વૃક્ષો પણ ધ્રૂજે છે. વૃક્ષનાં પાંદડાં પવન વખતે હલે છે તેથી તેમને સ્થાવરપણું ઠરશે નહિ અને તેથી કોઈ પણ જીવ સ્થાવર રહેશે નહિ. ૧ર.

સ્થાવર જીવોના ભેદ

पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः।। १३।।

અર્થઃ– [पृथिवी अप् तेजः वायु वनस्पतयः] પૃથ્વીકાયિક, જળકાયિક,

અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એ પાંચ પ્રકારના [स्थावराः] સ્થાવર જીવો છે. [આ જીવને માત્ર સ્પર્શન ઇન્દ્રિય હોય છે.

ટીકા

(૧) આત્મા જ્ઞાનસ્વભાવ છે, પણ જ્યારે તેને પોતાની વર્તમાન લાયકાતના