Moksha Shastra (Gujarati). Sutra: 14 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 202 of 655
PDF/HTML Page 257 of 710

 

૨૦૨ ] [ મોક્ષશાસ્ત્ર કારણે એક સ્પર્શનઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરી શકવા પૂરતો ઉઘાડ હોય છે ત્યારે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપે પરિણમેલા રજકણો (પુદ્ગલસ્કંધો) ના બનેલા જડ શરીરનો સંયોગ થાય છે.

(૨) પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયિક જીવોનાં શરીરનું માપ (અવગાહના) અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે તેથી તે દેખાતું નથી; આપણે તેના સમૂહો (mass) ને જોઈ શકીએ છીએ. પાણીના દરેક ટીપામાં જળકાયિક ઘણા જીવોનો સમૂહ હોય છે. સૂક્ષ્મદર્શકયંત્ર વડે પાણીમાં જે ઝીણા જીવો દેખાય છે તે જીવો જળકાયિક નથી પણ ત્રસ જીવો છે.

(૩) ૧. પૃથ્વીનું શરીર ધારણ કર્યું તે જીવો પૃથ્વીકાયિક છે. ર. જીવ ગયા પછી રહેલ તે શરીરને પૃથ્વીકાય કહે છે. ૩. પૃથ્વીનું શરીર ધારણ કરવા પહેલાં વિગ્રહગતિમાં જે જીવ હોય તેને પૃથ્વી જીવ કહેવાય છે; એ પ્રમાણે જળકાયિક વગેરે બીજા ચાર સ્થાવર જીવોનું પણ સમજી લેવું.

(૪) આ સ્થાવર જીવો તે ભવે સમ્યગ્દર્શન પામવા લાયક નથી, કેમકે સંજ્ઞીપર્યાપ્તક જીવો સમ્યગ્દર્શન પામવા લાયક છે.

(પ) પૃથ્વીકાયિકનું શરીર મસુરના દાણાના આકારે લંબગોળ (Oval-ઇંડાકારે),

જળકાયિકનું શરીર પાણીના ટીપાના આકારે ગોળ, અગ્નિકાયિકનું શરીર સોયના સમૂહના આકારે અને પવનકાયિકનું શરીર ધજાના આકારે લાંબું-ત્રાંસું હોય છે. વનસ્પતિકાયિકના અને ત્રસ જીવોનાં શરીર અનેક જુદા જુદા આકારે હોય છે. ।। ૧૩।।

[ગોમ્મટસાર-જીવકાંડ, ગાથા-૨૦૧]
ત્રસ જીવોના ભેદ
द्वीन्द्रियादस्त्रसाः।। १४।।
અર્થઃ– [द्वि इन्द्रिय आदयः] બે ઇંદ્રિયથી શરૂ કરીને અર્થાત્ બે ઇન્દ્રિય, ત્રણ

ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિય જીવો [त्रसः] ત્રસ કહેવાય છે.

ટીકા

(૧) એકેન્દ્રિય જીવ સ્થાવર છે અને તેને એક સ્પર્શન-ઇન્દ્રિય જ હોય છે; તેને સ્પર્શન-ઇન્દ્રિય, કાયબળ, આયુ અને શ્વાસોચ્છ્વાસ એ ચાર પ્રાણો હોય છે.

(ર) બે ઇન્દ્રિય જીવને સ્પર્શન અને રસના એ બે ઇન્દ્રિયો જ હોય છે; તેને રસના અને વચનબળ એ બે પ્રાણો વધતાં કુલ છ પ્રાણો હોય છે.