Moksha Shastra (Gujarati). Sutra: 38-40 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 218 of 655
PDF/HTML Page 273 of 710

 

૨૧૮ ] [ મોક્ષશાસ્ત્ર સૂક્ષ્મ છે અર્થાત્ ઔદારિકથી વૈક્રિયિક સૂક્ષ્મ, વૈક્રિયિકથી આહારક સૂક્ષ્મ, આહારકથી તૈજસ સૂક્ષ્મ અને તૈજસથી કાર્મણશરીર સૂક્ષ્મ છે. ।। ૩૭।।

પહેલા પહેલા શરીર કરતાં આગળ આગળના શરીરના પ્રદેશો થોડા હશે
એવી વિરુદ્ધ માન્યતા દૂર કરવા માટે સૂત્ર કહે છે
प्रदेशतोऽसंख्येयगुणं प्राक्तैजसात्।। ३८।।
અર્થ– [प्रदेशतः] પ્રદેશોની અપેક્ષાએ [तैजसात् प्राक्] તૈજસ પહેલાંનાં

શરીરો [असंख्येयगुणं] અસંખ્યાતગુણા છે.

ટીકા

ઔદારિક શરીરના પ્રદેશો કરતાં અસંખ્યાતગુણા વૈક્રિયિક શરીરના પ્રદેશો છે અને વૈક્રિયિક શરીરથી અસંખ્યાતગુણા આહારક શરીરના પ્રદેશો છે. ।। ૩૮।।

अनंतगुणे परे।। ३९।।
અર્થઃ– [परे] બાકીનાં બે શરીરો [अनंतगुणे] અનંતગુણા પરમાણુ (-પ્રદેશો)

વાળાં છે અર્થાત્ આહારક શરીરથી અનંતગુણા પ્રદેશો તૈજસ શરીરમાં છે અને તૈજસથી અનંતગુણા કાર્મણ શરીરમાં પ્રદેશો છે.

ટીકા

આગળ આગળના શરીરમાં પ્રદેશોની સંખ્યામાં અધિકતા હોવા છતાં તેનો મેળાપ લોઢાના પિંડની માફક સઘન હોય છે તેથી તે અલ્પરૂપ હોય છે. પ્રદેશો કહેતાં અહીં પરમાણુઓ સમજવા. ।। ૩૯।।

તૈજસ અને કાર્મણશરીરની વિશેષતા
अप्रतिघाते।। ४०।।
અર્થઃ– તૈજસ અને કાર્મણ એ બન્ને શરીરો [अप्रतिघाते] અપ્રતિઘાત અર્થાત્

બાધારહિત છે.

ટીકા

આ બે શરીરો લોકના છેડા સુધી હરકોઈ જગ્યાએ જઈ શકે છે અને ગમે ત્યાંથી પસાર થઈ શકે છે. વૈક્રિયિક અને આહારક શરીરો હરકોઈમાં પ્રવેશ કરી શકે છે પણ વૈક્રિયિક શરીર ત્રસનાલિ સુધી જ ગમન કરી શકે છે. આહારક શરીરનું