Moksha Shastra (Gujarati). Sutra: 41-42 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 219 of 655
PDF/HTML Page 274 of 710

 

અ. ૨. સૂત્ર ૪૧-૪૨ ] [ ૨૧૯ ગમન અધિકમાં અધિક અઢી દ્વીપપર્યંત જ્યાં કેવળી અને શ્રુતકેવળી હોય ત્યાં સુધી થાય છે. મનુષ્યનું વૈક્રિયિકશરીર મનુષ્યલોક (-અઢીદ્વીપ) સુધી જાય છે, તેથી અધિક જતું નથી. ।। ૪૦।।

તૈજસ અને કાર્મણશરીરની વધારે વિશેષતા
अनादिसम्बन्धे च।। ४१।।
અર્થઃ– [च] વળી એ બન્ને શરીરો [अनादिसम्बन्धे] આત્માની સાથે

અનાદિકાળથી સંબંધવાળાં છે.

ટીકા

(૧) આ કથન સામાન્ય તૈજસ અને કાર્મણશરીરની અપેક્ષાએ છે. વિશેષ અપેક્ષાએ આ પ્રકારનાં પહેલાં પહેલાંનાં શરીરોનો સંબંધ બંધ પડીને નવાં નવાં શરીરોનો સંબંધ થતો રહે છે. અર્થાત્ અયોગી ગુણસ્થાન પહેલાં દરેક સમયે જીવ આ તૈજસ અને કાર્મણ શરીરનાં નવાં નવાં રજકણો ગ્રહણ કરે છે અને જૂનાં છોડે છે. (જે સમયે તેનો તદ્ન અભાવ થાય છે તે જ સમયે જીવ સીધો શ્રેણિએ સિદ્ધસ્થાને પહોંચી જાય છે.) સૂત્રમાં ‘’ શબ્દ આપ્યો છે તેમાંથી આ અર્થ નીકળે છે.

(ર) ‘જીવને આ શરીરોનો સંબંધ પ્રવાહરૂપે અનાદિથી નથી પણ નવો (- સાદી) છે’ એમ માનવું તે ભૂલભરેલું છે, કેમ કે જો એમ હોય તો પૂર્વે જીવ અશરીરી હતો એટલે કે શુદ્ધ હતો અને પાછળથી તે અશુદ્ધ થયો એમ ઠરે; પરંતુ શુદ્ધ જીવને અનંત પુરુષાર્થ હોવાથી તેને અશુદ્ધતા આવે નહિ અને અશુદ્ધતા જ્યાં ન હોય ત્યાં આ શરીરો હોય જ નહિ. એ રીતે જીવને આ શરીરનો સંબંધ સામાન્ય અપેક્ષાએ (-પ્રવાહરૂપે) અનાદિથી છે. વળી જો તેને તે જ શરીરોનો સંબંધ અનાદિથી માને તો તે સંબંધ અનંતકાળ રહે અને તેથી જીવ વિકાર ન કરે તોપણ તેનો મોક્ષ કદી થાય જ નહિ. અવસ્થાદ્રષ્ટિએ જીવ અનાદિથી અશુદ્ધ છે એમ આ સૂત્ર સિદ્ધ કરે છે. [જુઓ, હવે પછીના સૂત્રની ટીકા.]।। ૪૧।।

આ શરીરો અનાદિથી સર્વ જીવોને હોય છે
सर्वस्य।। ४२।।
અર્થઃ– આ તૈજસ અને કાર્મણ એ બન્ને શરીરો [सर्वस्य] સર્વે સંસારી

જીવોને હોય છે.