અ. ૨. સૂત્ર ૪૪-૪પ ] [ ૨૨૧
ઉપભોગઃ– ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા તે ઉપભોગ કહેવાય છે.
ઇન્દ્રિયોની રચનાનો ત્યાં અભાવ છે [જુઓ સૂત્ર ૧૭]; તે સ્થિતિમાં શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનો અનુભવ (-જ્ઞાન) થતો નથી, તેથી કાર્મણ શરીરને નિરુપભોગ જ કહ્યું છે.
(૩) પ્રશ્નઃ– તૈજસ શરીર પણ નિરુપભોગ જ છે છતાં તેને અહીં કેમ ન ગણ્યું?
ઉત્તરઃ– તૈજસ શરીર તો કોઈ યોગનું પણ કારણ નથી તેથી નિરુપભોગના પ્રકરણમાં તેને સ્થાન જ નથી. વિગ્રહગતિમાં કાર્મણ શરીર તો કાર્મણયોગનું કારણ છે [જુઓ, સૂત્ર ૨પ], તેથી તે ઉપભોગને લાયક છે કે નહિ-એ પ્રશ્ન ઊઠે. તેનું નિરાકરણ કરવા માટે આ સૂત્ર કહ્યું છે. તૈજસશરીર ઉપભોગને લાયક છે કે કેમ એ સવાલ જ ઊઠી શકતો નથી કેમકે તે તો નિરુપભોગ જ છે, તેથી અહીં તેને લીધું નથી.
(૪) જીવની પોતાની પાત્રતા (-ઉપાદાન) મુજબ બાહ્ય નિમિત્ત સંયોગરૂપ (હાજરરૂપ) હોય છે અને પોતાની પાત્રતા ન હોય ત્યારે હાજર હોતાં નથી એમ આ સૂત્ર બતાવે છે, જ્યારે જીવ શબ્દાદિકનું જ્ઞાન કરવાને લાયક હોતો નથી ત્યારે જડ શરીરરૂપ ઇન્દ્રિયો હાજર હોતી નથી; અને જ્યારે જીવ તે જ્ઞાન કરવાને લાયક હોય છે ત્યારે જડ શરીરરૂપ ઇન્દ્રિયો-સ્વયં હાજર હોય છે એમ સમજવું.
(પ) પરવસ્તુ જીવને વિકારભાવ કરાવતી નથી એમ સૂત્ર ૨પ તથા આ સૂત્ર બતાવે છે, કેમકે વિગ્રહગતિમાં સ્થૂળ શરીર, સ્ત્રી, પુત્ર વગેરે કોઈ હોતાં નથી. દ્રવ્યકર્મ જડ છે તેને જ્ઞાન નથી, વળી તે પોતાનું સ્વક્ષેત્ર છોડી જીવના ક્ષેત્રમાં જઈ શકતું નથી તેથી તે કર્મ જીવને વિકારભાવ કરાવી શકે નહિ. જ્યારે જીવ પોતાના દોષથી અજ્ઞાનદશામાં ક્ષણેક્ષણે નવો વિકારભાવ કર્યા કરે છે ત્યારે જે કર્મો છૂટા પડે તેના ઉપર ઉદયનો આરોપ આવે છે; અને જીવ જ્યારે વિકારભાવ કરતો નથી ત્યારે છૂટાં પડતાં કર્મો (-રજકણો) ઉપર નિર્જરાનો આરોપ આવે છે અર્થાત્ તેને ‘નિર્જરા’ નામ આપવામાં આવે છે. ।। ૪૪।।
શરીર [आद्यम्] પહેલું-ઔદારિક શરીર કહેવાય છે.