Moksha Shastra (Gujarati). Sutra: 46-48 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 222 of 655
PDF/HTML Page 277 of 710

 

૨૨૨ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

પ્રશ્નઃ– શરીર તો જડ પુદ્ગલદ્રવ્ય છે અને આ અધિકાર જીવનો છે, છતાં તેમાં આ વિષય કેમ લીધો છે?

ઉત્તરઃ– જીવના જુદા જુદા પ્રકારના વિકારી ભાવો હોય ત્યારે તેને કેવા કેવા પ્રકારનાં શરીરો સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ હોય તે બતાવવા માટે શરીરોનો વિષય અહીં (આ સૂત્રમાં તેમ જ આ અધ્યાયના બીજાં કેટલાંક સૂત્રોમાં) લીધો છે. ।। ૪પ।।

વૈક્રિયિકશરીરનું લક્ષણ
औपपादिकं वैक्रियिकम्।। ४६।।
અર્થઃ– [औपपादिकम्] ઉપપાદ જન્મવાળા એટલે કે દેવ અને નારકીઓનાં

શરીર [वैक्रियिकम्] વૈક્રિયિક હોય છે.

નોંધઃ– ઉપપાદ જન્મનો વિષય સૂત્ર ૩૪ માં અને વૈક્રિયિક શરીરનો વિષય સૂત્ર ૩૬ માં આવી ગયો છે, તે સૂત્રો તથા તેની ટીકા અહીં પણ વાંચવી. ।। ૪૬।।

દેવ અને નારકી સિવાય બીજાને વૈક્રિયિક શરીર હોય કે નહિ?
लब्धिप्रत्ययं च।। ४७।।
અર્થઃ– વૈક્રિયિક શરીર [लब्धिप्रत्ययं च] લબ્ધિનૈમિત્તિક પણ હોય છે.
ટીકા

વૈક્રિયિક શરીર ઊપજવામાં ઋદ્ધિનું નિમિત્ત છે. સાધુને તપના વિશેષપણાથી પ્રાપ્ત થતી ઋદ્ધિને ‘લબ્ધિ’ કહેવામાં આવે છે. ‘પ્રત્યય’નો અર્થ નિમિત્ત થાય છે. કોઈ તિર્યંચને પણ વિક્રિયા હોય છે, વિક્રિયા તે શુભભાવનું ફળ છે, પણ ધર્મનું ફળ નથી. ધર્મનું ફળ શુદ્ધભાવ છે, શુભભાવનું ફળ બાહ્યસંયોગ છે. મનુષ્ય તથા તિર્યંચનું વૈક્રિયિક શરીર દેવ તથા નારકીના શરીરથી જુદી જાતનું છે; ઔદારિક શરીરનો જ એક પ્રકાર છે. (જુઓ, સૂત્ર ૩૬ તથા ૪૩ ની ટીકા)।। ૪૭।।

વૈક્રિયિક સિવાય બીજા કોઈ શરીરને લબ્ધિનું નિમિત્ત છે?
तैजसमपि।। ४८।।
અર્થઃ– [तैजसम्] તૈજસશરીર [अपि] પણ લબ્ધિનિમિત્તક છે.