Moksha Shastra (Gujarati). Sutra: 53 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 226 of 655
PDF/HTML Page 281 of 710

 

૨૨૬ ] [ મોક્ષશાસ્ત્ર

કોનું આયુષ્ય અપવર્તન (–અકાળ મૃત્યુ) રહિત છે?
औपपादिकचरमोत्तमदेहाऽसंख्येयवर्षायुषोऽनपवर्त्यायुषः।। ५३।।
અર્થઃ– [औपपादिक] ઉપપાદ જન્મવાળા-દેવ અને નારકી, [चरम उत्तम

देहाः] ચરમ ઉત્તમ દેહવાળા એટલે તે ભવે મોક્ષગામીઓ તથા [असंख्येय वर्ष आयुषः] અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા ભોગભૂમિના જીવોનાં [आयुषः अनुपवर्ति] આયુષ્ય અપવર્તન રહિત હોય છે.

ટીકા

(૧) આઠ કર્મોમાં આયુષ્ય નામનું એક કર્મ છે. ભોગ્યમાન (ભોગવાતાં) આયુષ્યકર્મનાં રજકણો બે પ્રકારનાં હોય છે-સોપક્રમ અને નિરુપક્રમ. તેમાં આયુષ્યના પ્રમાણમાં દરેક સમયે સરખા નિષેકો નિર્જરે તે પ્રકારનું આયુષ્ય નિરુપક્રમ એટલે કે અપવર્તન રહિત છે; અને જે આયુષ્યકર્મ ભોગવવામાં પહેલાં તો સમયે સમયે સરખા નિષેકો નિર્જરતા હોય પણ તેના છેલ્લા ભાગમાં ઘણાં નિષેકો એક સાથે નિર્જરી જાય તે પ્રકારના આયુષ્યને સોપક્રમ આયુષ્ય કહેવાય છે. આયુષ્યકર્મના બંધની એવી વિચિત્રતા છે કે જેને નિરુપક્રમ આયુષ્યનો ઉદય હોય તેને સમયે સમયે સરખું નિર્જરે, તેથી તે ઉદય કહેવાય છે અને સોપક્રમ આયુષ્યવાળાને પહેલાં અમુક વખત તો ઉપર પ્રમાણે જ નિર્જરે, ત્યારે ઉદય કહેવાય, પણ છેલ્લા અંતર્મુહૂર્તમાં બધાં નિષેકો ભેગાં નિર્જરી જાય, તેથી તેને ‘ઉદીરણા’ કહે છે. ખરેખર કોઈનું આયુષ્ય વધતું કે ઘટતું નથી પણ નિરુપક્રમ આયુષ્યથી સોપક્રમ આયુષ્યનો ભેદ બતાવવા માટે સોપક્રમવાળા જીવોને ‘અકાલ મૃત્યુ પામ્યા’ એમ વ્યવહારથી કહેવાય છે.

(ર) ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ; ચરમદેહ ઉત્કૃષ્ટ હોય છે, કેમકે જે જે જીવો કેવળજ્ઞાન પામે તેમનું શરીર કેવળજ્ઞાન પ્રગટતાં પરમૌદારિક થાય છે. જે દેહે જીવો કેવળજ્ઞાન પામતા નથી તે દેહ ચરમ હોતો નથી તેમ જ પરમૌદારિક હોતો નથી. મોક્ષ જનાર જીવને શરીર સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવળજ્ઞાન પામતાં કેવો હોય છે તે બતાવવા આ સૂત્રમાં ચરમ અને ઉત્તમ-એવાં બે વિશેષણો વાપર્યાં છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારે તે દેહ ‘ચરમ’ સંજ્ઞા પામે છે; તેમ જ પરમૌદારિકરૂપ થઈ જાય છે તેથી ‘ઉત્તમ’ સંજ્ઞા પામે છે; પણ વજ્રર્ષભનારાચસંહનન તથા સમચતુરસ્રસંસ્થાનને કારણે શરીરને ‘ઉત્તમ’ સંજ્ઞા આપવામાં આવતી નથી.

(૩) સોપક્રમ– કદલીઘાત અર્થાત્ વર્તમાન માટે અપવર્તન થતા આયુષ્યવાળાને