અ. ૨. સૂત્ર પ૩ ] [ ૨૨૭ બાહ્યમાં વિષ, વેદના, રક્તક્ષય, ભય, શસ્ત્રાઘાત, શ્વાસાવરોધ, કંટક, અગ્નિ, જળ, સર્પ, અજીર્ણભોજન, વજ્રપાત, શૂળી, હિંસક જીવ, તીવ્ર ભૂખ કે પિપાસા આદિ કોઈ નિમિત્ત હોય છે. (કદલીઘાતના અર્થ માટે જુઓ, અ. ૪ સૂ. ર૯ ની ટીકા.)
(૪) કેટલાક અંતકૃત-કેવળી એવા હોય છે કેે જેમનાં શરીર ઉપસર્ગથી વિદીર્ણ થાય છે પણ તેમનું આયુષ્ય અપવર્તન રહિત છે, ચરમદેહવાળા ગુરુદત્ત, પાંડવો વગેરેને ઉપસર્ગ થયા હતા પણ તેમનું આયુષ્ય અપવર્તન રહિત હતું.
(પ) ‘ઉત્તમ’ શબ્દનો અર્થ ત્રેસઠ શલાકાપુરુષ અથવા કામદેવાદિ ઋદ્ધિયુક્ત પુરુષો એવો કરવો તે ઠીક નથી, કેમકે સુભૌમ ચક્રવર્તી, છેલ્લા બ્રહ્મદત્ત ચક્રવર્તી તથા છેલ્લા અર્ધચક્રવર્તી વાસુદેવ આયુષ્ય અપવર્તન થતાં મરણ પામ્યા છે.
(૬) ભરત અને બાહુબલી તે ભવે મોક્ષગામી જીવો હતા, તેથી અંદરોઅંદર લડતાં તેમનું આયુષ્ય બગડી શકે નહિ-એમ કહ્યું છે તે બતાવે છે કે ‘ઉત્તમ’ શબ્દ તે ભવે મોક્ષગામી જીવો માટે જ વપરાયો છે.
(૭) બધા સકલચક્રી અને અર્ધચક્રીને અનપવર્તનાયુ હોય એવો નિયમ નથી.
(૮) સર્વાર્થસિદ્ધિમાં શ્રી પૂજ્યપાદ આચાર્યદેવે ‘ઉત્તમ’ શબ્દનો અર્થ કર્યો છે; તેથી મૂળ સૂત્રમાં તે શબ્દ છે એમ સિદ્ધ થાય છે. અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વાર્થસાર બનાવતાં બીજા અધ્યાયની ૧૩પ મી ગાથામાં ‘ઉત્તમ’ શબ્દ વાપર્યો છે, તે ગાથા નીચે પ્રમાણે છે.
देवाश्च नारकाश्चैषाम् अपमृत्युनंविद्यते।। १३५।। ।। ५३।।
(૧) આ અધ્યાયમાં જીવતત્ત્વનું નિરૂપણ છે, તેમાં પ્રથમ જ જીવના ઔપશમિકાદિક પાંચ ભાવો વર્ણવ્યા [સૂત્ર ૧]; પાંચ ભાવોના ત્રેપન ભેદો સાત સૂત્રમાં કહ્યા [સૂત્ર ૭]. પછી જીવનું પ્રસિદ્ધ લક્ષણ ‘ઉપયોગ’ જણાવીને તેના ભેદ કહ્યા [સૂત્ર ૯]. જીવના બે ભેદ સંસારી અને મુક્ત કહ્યા [સૂત્ર ૧૦]. તેમાં સંસારી જીવોના ભેદ સંજ્ઞી-અસંજ્ઞી, તથા ત્રસ-સ્થાવર કહ્યા, અને ત્રસના ભેદ બે ઇંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જણાવ્યા; પાંચ ઇંદ્રિયોના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એવા બે પ્રકાર કહ્યા અને તેના વિષય જણાવ્યા [સૂત્ર ૨૧]. એકેન્દ્રિયાદિ જીવોને કેટલી ઇંદ્રિયો હોય તેનું નિરૂપણ કર્યું. [સૂત્ર ૨૩]. વળી સંજ્ઞી જીવોનું તથા જીવ પરભવગમન કરે છે તે ગમનનું સ્વરૂપ કહ્યું [સૂત્ર ૩૦].