યાતૈં પરક્રિયા માંહિ પરકી ધરણિ હૈ ।
કછુ નાહિં સિદ્ધિ ભઈ જ્ઞાનકી પરણિ હૈ ।
બઢૈ ભવવાસ મોક્ષપંથકી હરણિ હૈ ।
તાતૈં સદા કાલ એક બંધ કી ઢરણિ હૈ ।। ૮૭।।
સદા વિનાસીક જાકૌ એસો હી સુભાવ હૈ ।
શુભ વા અશુભ ક્રિયા એક હી લખાવ હૈા
કરમકી ચેતનામેં કૈસૈં મોક્ષપંથ સધૈ,
માને તેઈ મૂઢ હીએ જિનકે વિભાવ હૈ ।
યહ જગ માંહિ જિન આગમ કહાવ હૈ ।। ૮૮।।
(૧પ)-શ્રી પ્રવચનસાર ગાથા ૧૧ તથા ટીકામાં ધર્મ પરિણત જીવના શુભોપયોગને શુદ્ધોપયોગથી વિરુદ્ધ શક્તિ સહિત હોવાથી સ્વકાર્ય (ચારિત્રનું કાર્ય) કરવાને માટે અસમર્થ કહેલ છે, હેય કહેલ છે. આથી એમ સિદ્ધ થાય છે કે-જ્ઞાની (ધર્મી) ના શુભ ભાવમાં પણ, કિંચિત્ માત્ર પણ શુદ્ધિનો અંશ નથી, નિશ્ચયનયે તે વીતરાગ ભાવરૂપ મોક્ષમાર્ગ નથી-બંધમાર્ગ જ છે, પણ જ્ઞાનીને (ધર્મીને) શુભભાવ હેયબુદ્ધિએ હોવાથી તેને વ્યવહારનયે વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે.
પ્રશ્નઃ– કઈ અપેક્ષાએ તે કથન કર્યું છે? ઉત્તરઃ– વ્યવહાર ચારિત્રની સાથે નિશ્ચય ચારિત્ર હોય તો તે (શુભભાવ) નિમિત્તમાત્ર છે એટલું જ્ઞાન કરાવવાની અપેક્ષાએ તે કથન છે. _________________________________________________________________ ૧ કરતૂતિ = શુભરાગની ક્રિયા