Moksha Shastra (Gujarati). Sutra: 1 (Chapter 3).

< Previous Page   Next Page >


Page 238 of 655
PDF/HTML Page 293 of 710

 

૨૩૮ ] [ મોક્ષશાસ્ત્ર તેનું ભ્રમણ થયા કરે છે; તે ભ્રમણ કેવું હોય છે તે ત્રીજા અને ચોથા અધ્યાયમાં બતાવ્યું છે; તે ભ્રમણમાં (-ભવોમાં) શરીર સાથે તેમ જ ક્ષેત્ર સાથે જીવનો કેવા પ્રકારનો સંયોગ હોય છે તે અહીં બતાવવામાં આવે છે. માંસ, દારૂ વગેરે ભક્ષણનો ભાવ, આકરું જૂઠું, ચોરી, કુશીલ તથા લોભ વગેરેના તીવ્ર અશુભભાવને કારણે જીવ નરકગતિ પામે છે; તેનું આ અધ્યાયમાં પ્રથમ વર્ણન કર્યું છે અને પછી મનુષ્ય તથા તિર્યંચના ક્ષેત્રોનું વર્ણન કર્યું છે.

ચોથા અધ્યાયમાં દેવગતિને લગતી વિગતો આપવામાં આવી છે. આ બે અધ્યાયનો સાર એવો છે કે-જીવના શુભાશુભ વિકારી ભાવોના કારણે જીવને અનાદિથી આ પરિભ્રમણ ચાલી રહ્યું છે, અને તેનું મૂળ કારણ મિથ્યાદર્શન છે; માટે ભવ્ય જીવોએ મિથ્યાદર્શન ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું. સમ્યગ્દર્શનનું બળ એવું છે કે તેના જોરે ક્રમે ક્રમે સમ્યક્ચારિત્ર વધતું જાય છે અને ચારિત્રની પૂર્ણતા કરી આયુષ્યના અંતે જીવ સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. પોતાની ભૂલના કારણે જીવની કેવી કેવી ગતિ થઈ; તે કેવાં કેવાં દુઃખો પામ્યો અને બહારના સંયોગો કેવા તથા કેટલા કાળ સુધી રહ્યા તે બતાવવા માટે અધ્યાય ર-૩-૪ કહ્યા છે, અને તે ભૂલ ટાળવાનો ઉપાય પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં જણાવ્યો છે.

–અધોલોકનું વર્ણન–
સાત નરક–પૃથિવીઓ
रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभा भूमयो घनाम्बुवाता
काशप्रतिष्ठाः सप्ताऽधोऽधः।। १।।
*
અર્થઃ– અધોલોકમાં રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા,
ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા એ સાત ભૂમિઓ છે અને ક્રમથી નીચે નીચે
ઘનોદધિવાતવલય, ઘનવાતવલય, તનુવાતવલય તથા આકાશનો આધાર છે.
ટીકા

(૧) રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે-ખરભાગ, પંકભાગ અને અબ્બહુલભાગ. તેમાંથી ઉપરના પહેલા બે ભાગમાં વ્યંતર તથા ભવનવાસીદેવ રહે છે અને નીચેના _________________________________________________________________

* આ અધ્યાયમાં ભૂગોળ સંબંધી વર્ણન હોવાથી, પહેલા બે અધ્યાયોની માફક સૂત્રના શબ્દો

છૂટા પાડીને અર્થ આપવામાં આવ્યો નથી પણ આખા સૂત્રનો સીધો અર્થ આપવામાં આવ્યો છે.