અ. ૩ સૂત્ર ૨ ] [ ૨૩૯ અબ્બહુલભાગમાં નારકીઓ રહે છે. આ પૃથ્વીનો કુલ વિસ્તાર એક લાખ એંસી હજાર યોજન છે. [૨૦૦૦ કોસનો એક જોજન ગણવો.]
અંજના, પ. અરિષ્ટા, ૬. મઘવી અને ૭. માઘવી છે.
ઘનવાતવલય = ઘટ હવાનું વાતાવરણ.
તનુવાતવલય = પાતળી હવાનું વાતાવરણ.
વાતવલય = વાતાવરણ.
‘આકાશ’ કહેતાં અહીં અલોકાકાશ સમજવું.।। ૧।।
અર્થઃ– તે પૃથ્વીઓમાં ક્રમથી પહેલીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા (૯૯૯૯પ) અને સાતમીમાં પાંચ જ નરક-બિલો છે. [આ બિલો જમીનમાં ખાડા કરેલા ઢોલની પોલ સમાન છે; કુલ ૮૪ લાખ નરકવાસા (બીલો) છે.]
કેટલાક જીવો મનુષ્યગતિ અને તિર્યંચગતિ એ બે જ ગતિ માને છે કેમ કે તેઓ તે પ્રકારના જ જીવોને દેખે છે; તેમનું જ્ઞાન સંકુચિત હોવાથી તેઓ એમ માને છે કે-મનુષ્ય કે તિર્યંચગતિમાં તીવ્રદુઃખ તે જ નરકગતિ છે; બીજી કોઈ નરકગતિ તેઓ માનતા નથી. પરંતુ તેમની તે માન્યતા ખોટી છે કેમકે મનુષ્ય અને તિર્યંચગતિથી જુદી એવી નરકગતિ તે જીવના અશુભભાવનું ફળ છે. તેના હોવાપણાની સાબિતી નીચે મુજબ છે-
જે જીવ મહા આકરાં ભૂંડાં દુષ્કૃત્યો કરે છે અને પાપકાર્યો કરતી વખતે સામા જીવોને શું દુઃખ થાય છે તે જોવાની પોતે ધીરજ રાખતો નથી તથા પોતાને સગવડ થાય તેવી એક પક્ષની દુષ્ટ બુદ્ધિમાં એકાગ્ર થાય છે; તે જીવને તેવા ક્રૂર પરિણામોના ફળરૂપ આંતરા વિનાના અનંત અગવડતા ભોગવવાનાં સ્થાન અધોલોકમાં છે, તેને નરકગતિ કહેવાય છે.