Moksha Shastra (Gujarati). Sutra: 2-4 (Chapter 4).

< Previous Page   Next Page >


Page 273 of 655
PDF/HTML Page 328 of 710

 

૨૭૨ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

દેવ = જે જીવ દેવગતિનામકર્મના ઉદયને વશ અનેક દ્વીપ, સમુદ્ર તથા પર્વતાદિ રમણીક સ્થાનોમાં ક્રીડા કરે તેને દેવ કહેવાય છે. ।। ।।

પહેલા ત્રણ પ્રકારના દેવોની લેશ્યા
आदितस्त्रिषु पोतांतलेश्याः।। २।।

અર્થઃ– પ્રથમના ત્રણ પ્રકારના નિકાયોમાં પીત સુધી અર્થાત્ કૃષ્ણ, નીલ, કાપોત અને પીત-એ ચાર લેશ્યા હોય છે.

ટીકા

(૧) કૃષ્ણ = કાળી. નીલ = ગળીના રંગની. કાપોત = કાબરચીતરી. કબૂતરના રંગ જેવી. પીત = પીળી.

(ર) આ વર્ણન ભાવલેશ્યાનું છે. વૈમાનિક દેવોની ભાવલેશ્યાનું વર્ણન આ અધ્યાયના રરમાં સૂત્રમાં આપેલ છે. ।।।।

ચાર નિકાય દેવોના પેટા ભેદો
दशाष्टपंचद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यंताः।। ३।।

અર્થઃ– કલ્પોષપન્ન (સોળમાં સ્વર્ગ સુધી) દેવો પર્યંત. તે ચાર પ્રકારના દેવોના ક્રમથી દશ, આઠ, પાંચ અને બાર ભેદ છે.

ટીકા

ભવનવાસીના દસ, વ્યંતરના આઠ, જયોતિષીના પાંચ અને કલ્પોપપન્નના બાર ભેદ છે. [કલ્પોપપન્ન તે વૈમાનિક જાતના જ છે.] ।।।।

ચાર પ્રકારના દેવોના સામાન્ય ભેદ
ईद्रसामानिकत्रायस्त्रिंशपारिषदात्मरक्षलोकपालानीकप्रकीर्णकाभि–
योग्यकिल्विषिकाश्वैकशः।। ४।।

અર્થઃ– ઉપર કહેલા ચાર પ્રકારના દેવોમાં દરેકના દસ ભેદ છે-૧. ઇન્દ્ર, ર. સામાનિક, ૩. ત્રાયસ્ત્રિંશ, ૪. પારિષદ, પ. આત્મરક્ષ, ૬. લોકપાળ, ૭. અનીક, ૮. પ્રકીર્ણક, ૯. આભિયોગ્ય અને ૧૦. કિલ્વિષિક.