અ. ૪ સૂત્ર ૪-પ ] [ ૨૭૩
૧. ઇન્દ્ર = જે દેવ બીજા દેવોમાં નહિ રહેતી એવી અણિમાદિક ઋદ્ધિઓથી સહિત હોય તેને ઇન્દ્ર કહેવાય છે, તે દેવ રાજા સમાન હોય છે. [like a king]
ર. સામાનિક = જે દેવનું આયુષ્ય, વીર્ય, ભોગ, ઉપભોગ વગેરે ઇન્દ્રસમાન હોય છે, તોપણ આજ્ઞારૂપી ઐશ્વર્યથી રહિત હોય છે તે સામાનિક કહેવાય છે, તે દેવ પિતા કે ગુરુતુલ્ય હોય છે. [like father, teacher]
૩. ત્રાયસ્ત્રિંશ = જે દેવ મંત્રી-પુરોહિતના સ્થાન ઉપર હોય છે તેને ત્રાયસ્ત્રિંશ કહેવામાં આવે છે. એક ઇન્દ્રની સભામાં આવા દેવો તેત્રીસ જ હોય છે. [ministers]
૪. પારિષદ = જે દેવ ઇન્દ્ર ની સભામાં બેસવાવાળા હોય છે તેને પારિષદ કહેવામાં આવે છે. [courtiers]
પ. આત્મરક્ષ = જે દેવ અંગરક્ષક સમાન હોય છે તેને આત્મરક્ષક કહેવામાં આવે છે. [Body guards]
નોંધઃ– જોકે દેવોમાં ઘાત વગેરે હોતું નથી તોપણ ઋદ્ધિ-મહિમાને અર્થે આત્મરક્ષક દેવો હોય છે.
૬. લોકપાળ = જે દેવ કોટવાળ (ફોજદાર) ની માફક લોકનું પાલન કરે તેને લોકપાળ કહેવામાં આવે છે. [police]
૭. અનીક = જે દેવ પાયદળ વગેરે સાત પ્રકારની સેનામાં વિભક્ત રહે છે તેને અનીક કહેવામાં આવે છે. [army]
૮. પ્રકીર્ણક = જે દેવ નગરવાસી સમાન હોય તેને પ્રકીર્ણક કહેવામાં આવે છે. [people]
૯. આભિયોગ્ય = જે દેવ દાસોની માફક સવારી આદિમાં કામ આવે તેને આભિયોગ્ય કહેવાય છે. આ પ્રકારના દેવો ઘોડા, સિંહ, હંસ વગેરે પ્રકારના વાહનોરૂપે (બીજા દેવોના ઉપયોગ માટે) પોતે પોતાને બનાવે છે. [conveyances]
૧૦. કિલ્વિષિક = જે દેવ ચાંડાળાદિની માફક હલકું કામ કરવાવાળા હોય તેને કિલ્વિષિક કહેવામાં આવે છે. [servile grade]।। ૪।।
त्रायस्त्रिंशलोकपालवर्ज्या व्यन्तरज्योतिष्काः।। ५।।