Moksha Shastra (Gujarati). Sutra: 6-7 (Chapter 4).

< Previous Page   Next Page >


Page 275 of 655
PDF/HTML Page 330 of 710

 

૨૭૪ ] [ મોક્ષશાસ્ત્ર વ્યંતર અને જ્યોતિષી દેવોમાં હોતા નથી અર્થાત્ તે બે ભેદોને છોડીને બાકીના આઠ ભેદો હોય છે. ।।।।

દેવોમાં ઇન્દ્રોની વ્યવસ્થા
पूर्वयोद्वींन्द्राः।। ६।।
અર્થઃ– પહેલા બે ભવનવાસી અને વ્યંતરોમાં-દરેક ભેદમાં બબ્બે ઇન્દ્ર હોય છે.
ટીકા

(૧) ભવનવાસીના દસ ભેદ છે, તેથી તેમાં વીસ ઇન્દ્રો હોય છે. વ્યંતરોના આઠ ભેદ છે, તેથી તેમાં સોળ ઇન્દ્રો હોય છે; અને બન્નેમાં તેટલા જ (ઇન્દ્ર જેટલા જ) પ્રતીન્દ્ર હોય છે.

(ર) જે દેવ યુવરાજ સમાન અથવા ઇન્દ્ર સમાન હોય અર્થાત્ જે દેવ ઈંદ્ર જેવું કાર્ય કરે તેને પ્રતીન્દ્ર કહેવાય છે. (ત્રલોક પ્રજ્ઞપ્તિ પાનું ૧૧૮-૧૧૯).

(૩) શ્રી તીર્થંકર ભગવાન સો ઇન્દ્રોથી પૂજ્ય છે, તે સો ઇન્દ્રો નીચે પ્રમાણે છે-
૪૦ ભવનવાસીના-વીસ ઇન્દ્રો અને વીસ પ્રતીન્દ્રો.
૩ર વ્યંતરના-સોળ ઇન્દ્રો અને સોળ પ્રતીન્દ્રો.
ર૪ સોળ સ્વર્ગમાંથી-પ્રથમના ચાર દેવલોકના ચાર, મધ્યના આઠ દેવલોકના

ચાર અને અંતના ચાર દેવલોકના ચાર-એમ બાર ઇન્દ્રો અને બાર પ્રતીન્દ્રો.

ર જ્યોતિષી દેવોમાં-ચંદ્રમા ઇન્દ્ર અને સૂર્ય પ્રતીન્દ્ર.
૧ મનુષ્યમાં-ચક્રવર્તી ઇન્દ્ર.
૧ તિર્યંચમાં-અષ્ટાપદ-સિંહ ઇન્દ્ર.
૧૦૦
[યોગસાર-શીલપ્રસાદજીકૃત ટીકા પાનું ૧૩૬] ।। ।।
દેવોમાં કામસેવન સંબંધી વર્ણન
कायप्रवीचारा आ णेशानात्।। ७।।

અર્થઃ– ઐશાનસ્વર્ગ સુધીના દેવો (અર્થાત્ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને પહેલા તથા બીજા સ્વર્ગના દેવો) મનુષ્યોની માફક શરીરથી કામસેવન કરે છે. (પ્રવીચાર = કામસેવન)