અ. ૪ સૂત્ર ૮-૯ ] [૨૭પ
દેવોમાં સંતતિની ઉત્પત્તિ ગર્ભદ્વારા થતી નથી, તેમ જ વીર્ય અને બીજી ધાતુઓનું બનેલું શરીર તેમને હોતું નથી. તેમનું શરીર વૈક્રિયિક હોય છે. માત્ર મનની કામભોગરૂપ વાસના તૃપ્ત કરવાનો તેઓ આ ઉપાય કરે છે. તેનો વેગ ઉત્તરોત્તર મંદ હોવાથી થોડાં જ સાધનોથી એ વેગ મટી જાય છે. નીચેના દેવોની વાસના તીવ્ર હોવાથી વીર્યસ્ખલનનો સંબંધ નહિ હોવા છતાં પણ શરીર સંબંધ થયા વિના તેમની વાસના દૂર થતી નથી. તેનાથી આગળના દેવોમાં વાસના કંઈક મંદ હોય છે તેથી તેઓ આલિંગનમાત્રથી સંતોષ માને છે. આગળ આગળના દેવોની વાસના તેથી પણ મંદ હોવાથી રૂપ દેખવાથી તથા શબ્દ સાંભળવાથી જ તેમની વાસના શાંત થઈ જાય છે. તેથી આગળના દેવોને ચિંતવનમાત્રથી કામશાંતિ થઈ જાય છે. કામેચ્છા સોળમા સ્વર્ગ સુધી છે, ત્યાર પછીના દેવોને કામેચ્છા ઉત્પન્ન જ થતી નથી. ।। ૭।।
અર્થઃ– બાકીનાં સ્વર્ગના દેવો દેવીઓના સ્પર્શથી, રૂપ દેખવાથી, શબ્દ સાંભળવાથી અને મનના વિચારોથી કામસેવન કરે છે.
ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવો દેવાંગનાઓના સ્પર્શથી, પાંચમાથી આઠમા સ્વર્ગ સુધીના દેવો દેવીઓનું રૂપ દેખવાથી, નવમાથી બારમા સ્વર્ગ સુધીના દેવો દેવીઓના શબ્દ સાંભળવાથી અને તેરમાથી સોળમા સ્વર્ગ સુધીના દેવો દેવીઓ સંબંધી મનના વિચારમાત્રથી તૃપ્ત થઈ જાય છે-તેમની કામેચ્છા તેટલાથી શાંત થઈ જાય છે. ।। ૮।।
અર્થઃ– સોળમા સ્વર્ગથી આગળના દેવો કામસેવન રહિત હોય છે. (તેમને કામેચ્છા જ ઉત્પન્ન થતી નથી તો પછી તેના પ્રતિકારનું શું પ્રયોજન?)
સમસ્ત દેવોનો સંગ્રહ કરવામાં આવ્યો છે; તેથી એમ સમજવું કે અચ્યુત (સોળમા) સ્વર્ગની ઉપર નવ ગ્રૈવેયકના ૩૦૯ વિમાન, નવ અનુદિશ વિમાન અને પાંચ અનુત્તર વિમાનમાં