૨૭૬ ] [ મોક્ષશાસ્ત્ર વસનારા અહમિંદ્ર છે તેમને કામસેવન નથી; ત્યાં દેવાંગના નથી. [સોળ સ્વર્ગની ઉપરના દેવોમાં ભેદ નથી, બધા સરખા હોવાથી તેને અહમિંદ્ર કહેવાય છે.]
(ર) નવગ્રૈવેયકના દેવોમાંથી કેટલાક સમ્યગ્દ્રષ્ટિ હોય છે અને કેટલાક મિથ્યાદ્રષ્ટિ હોય છે. યથાજાત દ્રવ્યલિંગી જૈન મુનિ તરીકે અતિચાર રહિત પાંચ મહાવ્રતો વગેરે પાળ્યાં હોય એવા મિથ્યાદ્રષ્ટિઓ પણ નવમી ગ્રૈવેયકમાં ઊપજે છે; મિથ્યાદ્રષ્ટિઓનો આ ઉત્કૃષ્ટ શુભભાવ છે. આવા શુભભાવો દરેક મિથ્યાદ્રષ્ટિ જીવે અનંતવાર કર્યા [જુઓ, અધ્યાય ૨ સૂત્ર ૧૦ ની ટીકા પારા ૧૦-ર૧-ર૩] છતાં પણ ધર્મનો અંશ કે શરૂઆત તે જીવ પામ્યો નહિ. આત્મભાન વગરનાં સર્વ વ્રત અને તપને બાળવ્રત અને બાળતપ કહેવાય છે; એવાં બાળવ્રત અને બાળતપ જીવ ગમે તેટલી વાર (અનંતી અનંતી વાર) કરે તોપણ તે વડે સમ્યગ્દર્શન એટલે કે ધર્મની શરૂઆત થાય જ નહિ; માટે જીવોએ પ્રથમ આત્મભાન વડે સમ્યગ્દર્શન પામવાની ખાસ જરૂરિયાત છે. મિથ્યાદ્રષ્ટિના ઉત્કૃષ્ટ શુભભાવ વડે અંશમાત્ર ધર્મ થઈ શકે નહિ. શુભભાવ તે વિકાર છે અને સમ્યગ્દર્શન તે આત્માના શ્રદ્ધાગુણની અવિકારી અવસ્થા છે. વિકારથી કે વિકારભાવને વધારવાથી અવિકારી અવસ્થા પ્રગટે નહિ પણ તે વિકારને ટાળવાથી જ પ્રગટે. શુભભાવથી ધર્મ કદી થાય નહિ એવી માન્યતા પ્રથમ કરવી જોઈએ; એ રીતે પ્રથમ માન્યતાની ભૂલ જીવ ટાળે છે અને પછી ક્રમેક્રમે ચારિત્રના દોષ ટાળીને જીવ સંપૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિ કરે છે.
(૩) નવગ્રૈવેયકના સમ્યગ્દ્રષ્ટિ દેવો અને તે ઉપરના દેવો (કે જે બધા સમ્યગ્દ્રષ્ટિ જ હોય છે) તેઓને ચોથું ગુણસ્થાન જ હોય છે. તેઓને દેવાંગનાનો સંયોગ હોતો નથી તોપણ પાંચમા ગુણસ્થાનવર્તી સ્ત્રીવાળા મનુષ્યો અને તિર્યંચો કરતાં તેમને વધારે કષાય હોય છે એમ સમજવું.
(૪) કોઈ જીવને કષાયની બાહ્ય પ્રવૃત્તિ તો ઘણી હોય અને અંતરંગ કષાયશક્તિ થોડી હોય છે. -૧. તથા કોઈને અંતરંગ કષાયશક્તિ તો ઘણી હોય અને બાહ્ય પ્રવૃત્તિ થોડી હોય તેને તીવ્ર કષાયી કહેવામાં આવે છે-ર. દ્રષ્ટાંતોઃ-
૧. પહેલા ભાગનું દ્રષ્ટાંત આ પ્રમાણે છેઃ- વ્યંતરાદિ દેવો કષાયોથી નગરનાશાદિ કાર્ય કરે છે તોપણ તેમને કષાયશક્તિ થોડી હોવાથી પીતલેશ્યા કહી છે. એકેન્દ્રિયાદિ જીવો કષાય કાર્ય કરતાં (બાહ્યમાં) જણાતા નથી તોપણ તેમને ઘણી કષાયશક્તિ હોવાથી કૃષ્ણાદિ લેશ્યાઓ કહી છે.
ર. બીજા ભાગનું દ્રષ્ટાંત આ સૂત્ર જ છે. આ સૂત્ર એમ બતાવે છે કે સર્વાર્થ- સિદ્ધિના દેવો કષાયરૂપ થોડા પ્રવર્તે છે. અબ્રહ્મચર્ય સેવતા નથી, દેવાંગનાઓ તેમને