અ. ૪ સૂત્ર ૯-૧૦ ] [ ૨૭૭ હોતી નથી, છતાં પંચમગુણસ્થાનવર્તી (દેશસંયમી) કરતાં તેમને કષાયશક્તિ ઘણી હોવાથી તે ચોથાગુણસ્થાનવર્તી-અસંયમી છે. પંચમગુણસ્થાનવર્તી જીવ વેપાર અને અબ્રહ્મચર્યાદિ કષાય કાર્યરૂપ ઘણા પ્રવર્તતા હોય છે તોપણ તેમને મંદકષાયશક્તિ હોવાથી દેશસંયમી કહ્યા છે.
૩. વળી આ સૂત્ર એમ પણ બતાવે છે કે નવ ગ્રૈવેયકના મિથ્યાદ્રષ્ટિ જીવોને બાહ્ય બ્રહ્મચર્ય છે તો પણ તેઓ પહેલા ગુણસ્થાને છે અને પાંચમા ગુણસ્થાનવર્તી જીવો પરણે છે તથા અબ્રહ્મચર્યાદિ કાર્યરૂપ પ્રવર્તે છે તો પણ તે દેશસંયમી સમ્યગ્દ્રષ્ટિ છે.
બાહ્ય સંયોગોના સદ્ભાવ કે અભાવને અને બાહ્ય પ્રવૃત્તિ કે નિવૃત્તિને અનુસરીને જીવની અપવિત્રતા કે પવિત્રતાનો નિર્ણય કરવો તે ન્યાયવિરુદ્ધ છે; પણ અંતરંગ માન્યતા અને કષાયશક્તિ ઉપરથી જ જીવની અપવિત્રતા કે પવિત્રતાનો નિર્ણય કરવો તે ન્યાયસર છે. મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા (બહારથી આત્માનું માપ કરનારો) હોવાથી તે સાચો નિર્ણય કરી શકે નહિ કેમકે તેનું લક્ષ બાહ્ય સંયોગોના સદ્ભાવ કે અભાવ ઉપર તથા બાહ્ય પ્રવૃત્તિ કે નિવૃત્તિ ઉપર હોવાથી તે બહારના આધારે નિર્ણય કરે છે. સમ્યગ્દ્રષ્ટિ અંતરાત્મા (અંતરદ્રષ્ટિથી આત્માનું માપ કરનાર) હોવાથી તેનો નિર્ણય અંતરંગ સ્થિતિ ઉપર અવલંબે છે, તેથી તે અંતરંગ માન્યતા અને કષાયશક્તિ કેવી છે તે ઉપરથી નિર્ણય કરે છે, તે કારણે તેનો નિર્ણય સાચો હોય છે. ।। ૯।।
અર્થઃ– ભવનવાસી દેવોના દસ ભેદ છે-૧. અસુરકુમાર, ર. નાગકુમાર, ૩. વિદ્યુત્કુમાર, ૪. સુપર્ણકુમાર, પ. અગ્નિકુમાર, ૬. વાતકુમાર, ૭. સ્તનિતકુમાર, ૮. ઉદધિકુમાર, ૯. દ્વીપકુમાર અને ૧૦. દિગ્કુમાર.
(૧) ર૦ વર્ષની નીચેના યુવાનોનું જેવું જીવન અને ટેવો હોય છે તેવું જીવન અને ટેવો આ દેવોને પણ હોય છે તેથી તેઓ ‘કુમાર’ કહેવાય છે.