Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 279 of 655
PDF/HTML Page 334 of 710

 

૨૭૮ ] [ મોક્ષશાસ્ત્ર

પ્રથમ પૃથ્વી રત્નપ્રભામાં ત્રણ ભૂમિઓ (Strata) છે. તેમાં પહેલી ભૂમિને

‘ખરભાગ’ કહેવાય છે. તેમાં અસુરકુમાર સિવાયના નવે પ્રકારના ભવનવાસી દેવો રહે છે.

જે ભૂમિમાં અસુરકુમાર રહે છે તે ભાગને ‘પંકભાગ’ કહેવાય છે, તેમાં રાક્ષસો પણ રહે છે. ‘પંકભાગ’ તે રત્નપ્રભા પૃથ્વીનો બીજો ભાગ છે.

રત્નપ્રભાનો ત્રીજો (સૌથી નીચલો) ભાગ ‘અબ્બહુલ’ કહેવાય છે. તે પહેલી નરક છે.

(૩) ભવનવાસી દેવોને આ અસુરકુમારાદિ દસ પ્રકારની સંજ્ઞા તે તે પ્રકારના નામકર્મના ઉદયથી છે એમ જાણવું. ‘જે દેવો યુદ્ધ કરે, પ્રહાર કરે તે અસુર છે’ એમ કહેવું તે ખરું નથી અર્થાત્ તે દેવોનો અવર્ણવાદ છે અને તેમાં મિથ્યાત્વનો બંધ થાય છે.

(૪) દસ જાતિના ભવનવાસી દેવોના સાત કરોડ બોંતેર લાખ ભુવનો છે; એ ભુવનો મહાસુગંધી, મહા રમણીક અને મહા ઉદ્યોતરૂપ છે; અને તેટલી જ સંખ્યાના (૭, ૭ર, ૦૦, ૦૦૦) જિન ચૈત્યાલય છે. દસ પ્રકારના ચૈત્યવૃક્ષ જિનપ્રતિમા વડે બિરાજિત હોય છે.

(પ) ભવનવાસી દેવોનો આહાર અને શ્વાસનો કાળ

૧. અસુરકુમારદેવને એક હજાર વર્ષ ગયે આહારની ઇચ્છા ઊપજે અને

મનમાં તેનો વિચાર આવતાં કંઠમાંથી અમૃત ઝરે, વેદના વ્યાપે નહિ; પંદર દિવસ વીત્યે શ્વાસ લે.

ર-૪. નાગકુમાર, સુપર્ણકુમાર અને દ્વીપકુમાર એ ત્રણ પ્રકારના દેવોને

સાડાબાર દિવસ ગયે આહારની ઇચ્છા ઊપજે અને સાડાબાર મુહૂર્ત વીત્યે શ્વાસ લે.

પ-૭. ઉદધિકુમાર, વિદ્યુતકુમાર અને સ્તનિતકુમાર એ ત્રણ પ્રકારના દેવોને

બાર દિવસ ગયે આહારની ઇચ્છા ઊપજે અને બાર મુહૂર્ત ગયે શ્વાસ લે.

૮-૧૦. દિગ્કુમાર૧૦, અગ્નિકુમાર અને વાતકુમાર એ ત્રણ પ્રકારના દેવોને

સાડાસાત દિવસ ગયે આહારની ઇચ્છા ઊપજે અને સાડાસાત મુહૂર્તે શ્વાસ લે.

દેવોને કવલાહાર હોતો નથી, તેમના કંઠમાંથી અમૃત ઝરે અમૃત છે અને તેમને વેદના વ્યાપતી નથી.

આ અધ્યાયના છેડે દેવોની વ્યવસ્થા બતાવનારું કોષ્ટક છે તેમાંથી બીજી વિગતો જાણી લેવી. ।। ૧૦।।