Moksha Shastra (Gujarati). Sutra: 11-12 (Chapter 4).

< Previous Page   Next Page >


Page 280 of 655
PDF/HTML Page 335 of 710

 

અ. ૪ સૂત્ર ૧૧-૧૨ ] [ ૨૭૯

વ્યંતર દેવોના આઠ ભેદો
व्यन्तराः किन्नरकिंपुरुषमहोरगगन्धर्वयक्षराक्षसभूतपिशाचाः।। ११।।

અર્થઃ– વ્યન્તર દેવોના આઠ ભેદ છે-૧. કિન્નર, ર. કિંપુરુષ, ૩. મહોરગ, ૪. ગંધર્વ, પ. યક્ષ, ૬. રાક્ષસ, ૭. ભૂત અને ૮. પિશાચ.

ટીકા

(૧) કેટલાક વ્યંતર દેવો જંબુદ્વીપ તથા બીજા અસંખ્યાત દ્વીપસમુદ્રોમાં રહે છે. રાક્ષસો રત્નપ્રભા પૃથ્વીનાં ‘પંકભાગ’ માં રહે છે, અને રાક્ષસ સિવાય બીજા સાત પ્રકારના વ્યંતર દેવો ‘ખરભાગ’ માં રહે છે.

(ર) જુદી જુદી દિશાંતરમાં આ દેવોનો નિવાસ છે તેથી તેને વ્યંતર કહેવામાં

આવે છે. ઉપર કહી તે આઠ સંજ્ઞાઓ જુદા જુદા નામકર્મના ઉદયથી છે. તે સંજ્ઞાઓનો કેટલાક વ્યુત્પત્તિ મુજબ અર્થ કરે છે પણ તે વિપરીત અર્થ છે. અર્થાત્ એમ કહેવું તે દેવનો અવર્ણવાદ છે અને તે મિથ્યાત્વના બંધનું કારણ છે.

(૩) પવિત્ર વૈક્રિયિક શરીરના ધારક દેવો કદી પણ મનુષ્યના અશુચિમય ઔદારિક શરીર સાથે કામસેવન કરતાં જ નથી; દેવોને માંસભક્ષણ કદી હોતું જ નથી. દેવોને કંઠના અમૃતનો આહાર હોય છે, પણ કવલાહાર હોતો નથી.

(૪) વ્યંતર દેવોનાં સ્થાનમાં જિનપ્રતિમા સહિત આઠ પ્રકારના ચૈત્યવૃક્ષ હોય છે અને તે માનસ્થંભાદિક સહિત હોય છે.

(પ) વ્યંતર દેવોનો આવાસ દ્વીપ, પર્વત, સમુદ્ર, દેશ, ગામ, નગર, ત્રિક, ચૌટા, ઘરઆંગણું, રસ્તો, ગલી, પાણીના ઘાટ, બાગ, વન, દેવકુળ વગેરે અસંખ્યાત સ્થળોએ છે. ।। ૧૧।।

જ્યોતિષી દેવોના પાંચ ભેદો
जयोतिष्काः सूर्याचन्द्रमसौ ग्रहनक्षत्रप्रकीर्णकतारकाश्च।। १२।।

અર્થઃ– જ્યોતિષી દેવના પાંચ પ્રકાર છે-૧. સૂર્ય, ર. ચંદ્રમા, ૩. ગ્રહ, ૪. નક્ષત્ર અને પ. પ્રકીર્ણક તારાઓ.

ટીકા

જ્યોતિષી દેવોનો નિવાસ મધ્યલોકમાં સમધરાતળથી ૭૯૦ યોજનની ઊંચાઈથી ૯૦૦ યોજનની ઊંચાઈ સુધી આકાશમાં હોયછે. સૌથી નીચે તારા છે; તેનાથી