૨૮૦ ] [ મોક્ષશાસ્ત્ર ૧૦ યોજન ઊંચે સૂર્યો છે; સૂર્યોથી ૮૦ યોજન ઊંચે ચંદ્રમાઓ છે; ચંદ્રમાંથી ૪ યોજન ઊંચે ર૭ નક્ષત્રો છે; નક્ષત્રોથી ૪ યોજન ઊંચે બુધનો ગ્રહ, તેનાથી ૩ યોજન ઊંચે શુક્ર, તેનાથી ૩ યોજન ઊંચે બૃહસ્પતિ, તેનાથી ૩ યોજન ઊંચે મંગળ અને તેનાથી ૩ યોજન ઊંચે શનિ છે; એ પ્રમાણે પૃથ્વીથી ઊંચે ૯૦૦ યોજન સુધી જ્યોતિષીમંડળ છે; તેનો આવાસ મધ્યલોકમાં છે. [અહીં ર૦૦૦ કોસનો યોજન ગણવો.] ।। ૧ર।।
અર્થઃ– ઉપર કહેલા જ્યોતિષી દેવો મેરુ પર્વતને પ્રદક્ષિણા દઈને મનુષ્યલોકમાં હમેશાં ગમન કરે છે.
અર્થઃ– ઘડી, કલાક, દિવસ, રાત, વગેરે વ્યવહારકાળનો વિભાગ તે ગતિશીલ જ્યોતિષી દેવો દ્વારા કરવામાં આવે છે.
કાળ બે પ્રકારના છે -નિશ્ચયકાળ અને વ્યવહારકાળ. નિશ્ચયકાળનું સ્વરૂપ પાંચમા અધ્યાયના રરમા સૂત્રમાં આવશે. આ વ્યવહારકાળ નિશ્ચયકાળને બતાવનારો છે. ।। ૧૪।।
અઢી દ્વીપની બહાર અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. તેના ઉપરના (એટલે કે છેલ્લા સ્વયંભૂરમણસમુદ્ર પર્યંતના) જ્યોતિષી દેવો સ્થિર છે. ।। ૧પ।।
આ રીતે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી એ ત્રણ પ્રકારના દેવોનું વર્ણન પૂરું થયું. હવે ચોથા પ્રકારના- વૈમાનિક દેવોનું સ્વરૂપ કહે છે.