અ. ૪ સૂત્ર ૧૬-૧૭-૧૮ ] [ ૨૮૧
વિમાનઃ– જે સ્થાનમાં રહેવાવાળા દેવો પોતાને વિશેષ પુણ્યાત્મા સમજે તે સ્થાનને વિમાન કહેવાય છે.
વૈમાનિકઃ– તે વિમાનોમાં પેદા થતા દેવોને વૈમાનિક કહેવાય છે. બધા થઈને ચોરાસા લાખ સતાણું હજાર ત્રેવીસ વિમાનો છે. તેમાં ઉતમ મંદિરો, કલ્પવૃક્ષો, વન, બાગ, વાવડી, નગર વગેરે અનેક પ્રકારની રચના હોય છે. તેના મધ્યસ્થાનમાં જે વિમાન છે તે ઇન્દ્રક વિમાન કહેવાય છે; તેની પૂર્વાદિ ચારે દિશામાં પંકિતરૂપ (સીધી લાઈનમાં) જે વિમાનો છે તે શ્રેણીબદ્ધ વિમાન કહેવાય છે, ચારે દિશાની વચ્ચે અંતરાળમાં-વિદિશાઓમાં જ્યાં ત્યાં વિખરાયેલાં ફૂલની માફક જે વિમાનો છે તેને પ્રકીર્ણક વિમાન કહેવાય છે. એ રીતે ઇન્દ્રક, શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણક એમ ત્રણ પ્રકારનાં વિમાનો છે. ।। ૧૬।।
જેમાં ઇન્દ્રાદિ દસ પ્રકારના ભેદોની કલ્પના હોય છે એવા સોળ સ્વર્ગોને કલ્પ કહે છે અને તે કલ્પમાં જે દેવો પેદા થાય તેને કલ્પોપપન્ન કહેવાય છે; તથા સોળમા સ્વર્ગથી ઉપર જે દેવો પેદા થાય તેને કલ્પાતીત કહેવાય છે. ।। ૧૭।।
અર્થઃ– સોળ સ્વર્ગના આઠ યુગલ, નવ ગ્રૈવેયક, નવ અનુદિશ અને પાંચ અનુત્તર એ સર્વે વિમાનો ક્રમથી ઉપર ઉપર છે.।। ૧૮।।