૨૮૨ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– સૌધર્મ-ઐશાન, સાનત્કુમાર-માહેન્દ્ર, બ્રહ્મ-બ્રહ્મોત્તર, લાન્તવ-કાપિષ્ઠ, શુક્ર-મહાશુક્ર, સતાર-સહસ્ત્રાર-આ છ યુગલોનાં બાર સ્વર્ગોમાં, આનત-પ્રાણત એ બે સ્વર્ગોમાં, આરણ-અચ્યુત એ બે સ્વર્ગોમાં, નવ ગ્રૈવેયક વિમાનોમાં, નવ અનુદિશ વિમાનોમાં અને વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધિ એ પાંચ અનુત્તર વિમાનોમાં વૈમાનિક દેવો રહે છે.
(૧) નવ ગ્રૈવેયકોનાં નામ-૧. સુદર્શન, ર. અમોઘ, ૩. સુપ્રબુદ્ધ, ૪. યશોધર. પ. સુભદ્ર, ૬. વિશાલ, ૭. સુમન, ૮. સૌમન અને ૯. પ્રીતિકર.
(ર) નવ અનુદિશનાં નામ-૧. આદિત્ય, ર. અર્ચિ, ૩. અર્ચિમાલી, ૪. વૈરોચન, પ. પ્રભાસ, ૬. અર્ચિપ્રભ, ૭. અર્ચિમધ્ય, ૮. અર્ચિરાવર્ત અને ૯. અર્ચિવિશિષ્ઠ.
નવ અને ગ્રૈવેયક એ બન્નેને સાતમી વિભક્તિ લગાડી છે તે બતાવે છે કે ‘ગ્રૈવેયક’ થી ‘નવ’ એ જુદાં સ્વર્ગ છે.
(૩) સૌધર્માદિક એકેક વિમાનમાં એકેક જિનમંદિર અનેક વિભૂતિ સહિત હોય છે. વળી ઇન્દ્રના નગરની બહાર અશોકવન, આમ્રવન વગેરે હોય છે. તે વનમાં એક હજાર યોજન ઊંચું અને પાંચસો યોજન પહોળું એક ચૈત્યવૃક્ષ છે. તેની ચારે દિશાઓમાં પલ્યંકાસન જિનેન્દ્રદેવની પ્રતિમા છે.
(૪) ઇન્દ્રના આ સ્થાનમંડપમાં અગ્રભાગે માનસ્થંભ હોય છે, તે માનસ્થંભમાં તીર્થંકરદેવ ગૃહસ્થદશામાં હોય ત્યાં સુધી તેને પહેરવા યોગ્ય આભરણનો એક રત્નમય કંડિયો(પટારો) હોય છે. તેમાંથી આભરણો કાઢીને ઇન્દ્ર તે તીર્થંકરદેવને પહોંચાડે છે. સૌધર્મના માનસ્થંભના રત્નમય કંડિયામાં ભરતક્ષેત્રના તીર્થંકરનાં આભરણ હોય છે. ઐશાન સ્વર્ગના માનસ્થંભના કંડિયામાં ઐરાવતક્ષેત્રના તીર્થંકરનાં આભરણ હોય છે. સાનત્કુમારના માનસ્થંભના કંડિયામાં પૂર્વ વિદેહના તીર્થંકરનાં આભરણ હોય છે; માહેન્દ્રના માનસ્થંભના કંડિયામાં પશ્ચિમ વિદેહના તીર્થંકરનાં