ગાથા ૯૯ ની ટીકામાં ઘણું સ્પષ્ટ કથન છે. વિશેષ જુઓ, પાટની ગ્રંથમાલા દ્વારા પ્રકાશિત પ્ર૦ સાર ગાથા-
૭- શ્રી સમયસારજી શાસ્ત્રના કળશોની શ્રી રાજમલ્લજી કૃત ટીકા (સૂરતથી પ્રકાશિત) માં પાના ૧૦ માં કહેલ છે કે “આ જીવ આટલો કાળ વીતી ગયા પછી મોક્ષ જશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે.”
૮- અવધિજ્ઞાની, મનઃપર્યયજ્ઞાનીઓ પણ ભવિષ્યની પર્યાયોને નિશ્ચિતરૂપથી સ્પષ્ટ જાણે જ છે. અને નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર તથા તારાઓની ગતિ, ઉદય-અસ્ત, ગ્રહણકાળ વગેરેને નિશ્ચિતરૂપથી અલ્પજ્ઞ જીવો પણ જાણી શકે છે તો સર્વજ્ઞ વીતરાગ પૂર્ણજ્ઞાની હોવાથી સર્વ દ્રવ્યોની સર્વ પર્યાયોને નિશ્ચિતરૂપથી (તેના ક્રમમાં નિયત) કેમ નથી જાણી શકતા? -ચોક્કસ જાણે જ છે.
૯- આ કથનનું પ્રયોજન-સ્વતંત્ર વસ્તુસ્વરૂપના જ્ઞાન વડે કેવળજ્ઞાનસ્વભાવી પોતાના આત્માનું જે પૂર્ણ સ્વરૂપ છે તેનો નિશ્ચય કરીને, સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોનું વાસ્તવિક શ્રદ્ધાન કરીને મિથ્યાશ્રદ્ધાન છોડવું જોઈએ. ક્રમબદ્ધના સાચા શ્રદ્ધાનમાં કર્તાપણાનો અને પર્યાયનો આશ્રય છૂટીને પોતાના ત્રિકાળી જ્ઞાતાસ્વભાવની દ્રષ્ટિ અને આશ્રય થાય છે, તેમાં સ્વસન્મુખ જ્ઞાતાપણાનો સાચો પુરુષાર્થ, સ્વભાવ, કાળલબ્ધિ નિયતિ અને કર્મના ઉપશમાદિ પાંચે સમવાયો એકી સાથે હોય છે, આ નિયમ છે. એવો વસ્તુનો અનેકાન્ત છે એમ શ્રદ્ધાન કરવું, કારણ કે તેની શ્રદ્ધા કર્યા વગર સાચી મધ્યસ્થતા આવી શકતી નથી.
(ર૦)- તત્ત્વજ્ઞાની સ્વ. શ્રી પં. બનારસીદાસજીએ ‘પરમાર્થ વચનિકામાં’ જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ સમજવાને માટે કહ્યું છે કેઃ-