અ. ૪ ઉપસંહાર ] [ ૩૦૧ ઇત્યાદિ વિશેષ ધર્મો છે. વસ્તુ સમજવાને માટે પ્રશ્ન ઊઠતાં પ્રશ્ન વશથી તે ધર્મોના સંબંધમાં વિધિ-નિષેધરૂપ વચનના સાત ભંગ થાય છે. તે સાત ભંગોમાં ‘સ્યાત્’ એવું પદ લગાડવું. ‘કથંચિત્’-‘કોઈ પ્રકારે’ એવા અર્થમાં ‘સ્યાત્’ શબ્દ છે; તેના વડે વસ્તુને અનેકાન્ત સ્વરૂપે સાધવી.
(૧) વસ્તુ સ્યાત્ અસ્તિત્વરૂપ છે એમ કોઈ પ્રકારે-પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવપણે અસ્તિત્વરૂપ કહેવાય છે. ૧. વસ્તુ સ્યાત્ નાસ્તિત્વરૂપ છે- એમ પરવસ્તુનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે નાસ્તિત્વરૂપ કહેવાય છે. ૨. વળી વસ્તુ સ્યાત્ અસ્તિત્વનાસ્તિત્વરૂપ છે-એમ વસ્તુમાં અસ્તિ-નાસ્તિ બન્ને ધર્મો રહેલા છે; તે વચન વડે ક્રમથી કહી શકાય છે. ૩. વળી વસ્તુ સ્યાત્ અવક્તવ્ય છે; જોકે વસ્તુમાં અસ્તિ, નાસ્તિ બન્ને ધર્મો એક જ વખતે રહેલા છે તોપણ વચન વડે એક સાથે બન્ને ધર્મો કહી શકાતા નથી; તેથી કોઈ પ્રકારે વસ્તુ અવક્તવ્ય છે. ૪. અસ્તિત્વપણે વસ્તુસ્વરૂપ કહી શકાય છે, પણ અસ્તિ-નાસ્તિ બન્ને ધર્મો વસ્તુમાં એક સાથે રહેલા છે, તેથી વસ્તુ કહી શકાતી નથી. આ રીતે વસ્તુ વક્તવ્ય પણ છે અને અવક્તવ્ય પણ છે; તેથી સ્યાત્ અસ્તિત્વ અવક્તવ્ય છે. પ. એજ પ્રમાણે (-અસ્તિત્વની જેમ) વસ્તુને સ્યાત્ નાસ્તિત્વ અવક્તવ્ય કહેવી. ૬. વળી બન્ને ધર્મ ક્રમે કહી શકાય પણ એક સાથે કહી શકાય નહિ તેથી વસ્તુને સ્યાત્ અસ્તિત્વ -નાસ્તિત્વ અવક્તવ્ય કહેવી. ૭. ઉપર પ્રમાણે સાત ભંગ વસ્તુમાં સંભવે છે.
(૨) એ પ્રમાણે એકત્વ, અનેકત્વ વગેરે સામાન્ય ધર્મો પર તે સાત ભંગ વિધિનિષેધથી લગાડવા. જ્યાં જે અપેક્ષા સંભવે તે લગાડવી. વળી તે જ પ્રમાણે જીવત્વ, અજીવત્વ આદિ વિશેષધર્મોમાં તે ભંગો લગાડવા. જેમ કે-જીવ નામની વસ્તુ છે તે સ્યાત્ જીવત્વ છે, સ્યાત્ અજીવત્વ છે, ઇત્યાદિ પ્રકારે લગાડવા. ત્યાં આ પ્રમાણે અપેક્ષા સમજવી કે-જીવનો પોતાનો જીવત્વ ધર્મ જીવમાં છે તેથી જીવત્વ છે, પર-અજીવનો અજીવત્વધર્મ જીવમાં નથી તોપણ જીવના બીજા (-જ્ઞાન સિવાયના) ધર્મોને મુખ્ય કરીને કહીએ ત્યારે તે ધર્મોની અપેક્ષાએ અજીવત્વ છે; ઇત્યાદિ સાત ભંગ લગાડવા. તથા અનંત જીવો છે તેની અપેક્ષાએ એટલે કે પોતાનું જીવત્વ પોતામાં છે અને પરનું જીવત્વ પોતામાં નથી તેથી પર જીવોની અપેક્ષાએ અજીવત્વ છે; એ પ્રમાણે પણ અજીવત્વ ધર્મ સાધી શકાય છે-કહી શકાય છે. આ પ્રમાણે અનાદિનિધન અનંત જીવ, અજીવ વસ્તુઓ છે. તે દરેકમાં પોતપોતાના દ્રવ્યત્વ, પર્યાયત્વ વગેરે અનંત ધર્મો છે. તે ધર્મો સહિત સાત ભંગથી વસ્તુને સાધવી-સિદ્ધ કરવી.