૩૦૨ ] [ મોક્ષશાસ્ત્ર
(૩) વસ્તુના સ્થૂળ પર્યાયો છે તે પણ ચિરકાલસ્થાયી અનેક ધર્મરૂપ હોય છે. જેમ કે-જીવમાં સંસારીપર્યાય અને સિદ્ધપર્યાય. વળી સંસારીમાં ત્રસ, સ્થાવર; તેમાં મનુષ્ય, તિર્યંચ ઇત્યાદિ. પુદ્ગલમાં અણુ, સ્કન્ધ તથા ઘટ, પટ વગેરે. તે પર્યાયોને પણ કથંચિત્ વસ્તુપણું સંભવે છે. તે પણ ઉપર પ્રમાણે જ સાત ભંગથી સાધવું; તેમજ જીવ અને પુદ્ગલના સંયોગથી થયેલા આસ્રવ, બંધ, સંવર, નિર્જરા પુણ્ય, પાપ, મોક્ષ વગેરે ભાવોમાં પણ, ઘણા ધર્મપણાની અપેક્ષાએ તથા પરસ્પર વિધિ-નિષેધ વડે, અનેક-ધર્મરૂપ કથંચિત્ વસ્તુપણું સંભવે છે; તે સપ્તભંગ વડે સાધવું.
(૪) એ નિયમપૂર્વક જાણવું કે દરેક વસ્તુ અનેક ધર્મસ્વરૂપ છે, તે સર્વને અનેકાન્તસ્વરૂપ જાણીને જે શ્રદ્ધા કરે અને તે પ્રમાણે જ લોકને વિષે વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યગ્દ્રષ્ટિ છે. જીવ, અજીવ, આસ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ નવ પદાર્થો છે તેમને તે જ પ્રમાણે સપ્તભંગ વડે સાધવા. તેનું સાધન શ્રુતજ્ઞાનપ્રમાણ છે.
(૧) શ્રુતજ્ઞાનના બે ભેદ છે- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક; વળી તેના (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના) નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય એ સાત ભેદ છે; તેમાંના પહેલા ત્રણ ભેદ દ્રવ્યાર્થિકના છે અને બાકીના ચાર ભેદ પર્યાયાર્થિકના છે. અને તેના પણ ઉતરોત્તર ભેદ, જેટલા વચનના પ્રકાર છે તેટલા છે. તેને પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગીના વિધાન વડે સાધવામાં આવે છે. આ પ્રમાણે પ્રમાણ અને નયદ્વારા જીવાદિ પદાર્થોને જાણીને શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ હોય છે.
(ર) વળી અહીં એટલું વિશેષ જાણવું કે, નય છે તે વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે. તે દરેક નય પોતપોતાના વિષયરૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે, તોપણ વક્તા પોતાના પ્રયોજનવશ તેમને મુખ્ય-ગૌણ કરીને કહે છેઃ જેમ કે જીવ નામની વસ્તુ છે, તેમાં અનેક ધર્મો છે તોપણ ચેતનપણું, પ્રાણધારણપણું વગેરે ધર્મો અજીવથી અસાધારણ દેખીને, જીવને અજીવથી જુદો દર્શાવવાના પ્રયોજનવશ, તે ધર્મોને મુખ્ય કરીને વસ્તુનું નામ ‘જીવ’ રાખ્યું. એજ પ્રમાણે વસ્તુના સર્વ ધર્મોમાં પ્રયોજનવશ મુખ્ય-ગૌણ કરવાનું જાણવું.
(૧) આ જ આશયથી અધ્યાત્મકથનીમાં મુખ્યને તો નિશ્ચય કહ્યો