અ. પ સૂત્ર ૧૧ ] [ ૩૨૧
પ. સૂક્ષ્મ મૂર્ત દ્રવ્ય સૂક્ષ્મસૂક્ષ્મ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે. ૬. સ્કંધ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે છે. ૭. સૂક્ષ્મ અણુ બે પ્રકારે છે-પુદ્ગલઅણુ અને કાલાણુ. ૮. દ્રવ્યો બે પ્રકારે છે-અક્રિય (ગમનાગમન રહિત-ચાર દ્રવ્યો). અને સક્રિય (ગમનાગમન સહિત-જીવ અને પુદ્ગલ).
૯. દ્રવ્યો એકપ્રદેશી અને બહુપ્રદેશી એમ બે પ્રકારે છે. ૧૦. બહુપ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છે-સંખ્યાત પ્રદેશવાળા અને સંખ્યાથી પર પ્રદેશવાળા.
૧૧. સંખ્યાથી પર બહુપ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છે-અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી.
૧૨. અનંતપ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છે-અખંડ આકાશ અને અનંતપ્રદેશી પુદ્ગલસ્કંધ.
૧૩. અસંખ્યાત લોકપ્રદેશ રોકતાં દ્રવ્યો બે પ્રકારે છે-અખંડ દ્રવ્યો (ધર્મ, અધર્મ તથા કેવળસમુદ્ઘાત કરતો જીવ) અને પુદ્ગલ મહાસ્કંધ તે સંયોગી દ્રવ્ય છે.
૧૪. અખંડ લોકપ્રમાણ અસંખ્યાતપ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છેઃ ૧. ધર્મ તથા અધર્મ (લોકવ્યાપક), અને ર. જીવ (લોકપ્રમાણ), સંખ્યાએ અસંખ્યાત પ્રદેશી, અને વિસ્તારમાં શરીર પ્રમાણે વ્યાપક.
૧પ. અમૂર્ત બહુપ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છે-સંકોચ-વિસ્તાર રહિત (આકાશ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય તથા સિદ્ધજીવ) અને સંકોચ-વિસ્તાર સહિત (સંસારી જીવના પ્રદેશો સંકોચ-વિસ્તાર સહિત છે). [સિદ્ધજીવ ચરમશરીરથી કિંચિત્ ન્યૂન હોય છે].
૧૬. દ્રવ્યો બે પ્રકારે છે-સર્વગત (આકાશ) અને દેશગત (બાકીનાં પાંચ દ્રવ્યો).
૧૭. સર્વગત બે પ્રકારે છે-ક્ષેત્રે સર્વગત (આકાશ) અને ભાવે સર્વગત (જ્ઞાનશક્તિ).
૧૮. દેશગત બે પ્રકારે છે-એકપ્રદેશગત (પરમાણુ, કાલાણુ તથા એકપ્રદેશસ્થિત સૂક્ષ્મ પુદ્ગલસ્કંધ), અને અનેકદેશગત (ધર્મ, અધર્મ, જીવ અને પુદ્ગલસ્કંધ).
૧૯. દ્રવ્યોમાં અસ્તિ બે પ્રકારે છે-અસ્તિકાય (આકાશ, ધર્મ, અધર્મ, જીવ તથા પુદ્ગલ), અને કાયરહિત અસ્તિ (કાલાણુ).