અ. પ સૂત્ર ૩૪ ] [ ૩પ૩ એમ અહીં જણાવ્યું છે. સ્નિગ્ધ અને રુક્ષ અવસ્થા કેવા પ્રકારની હોય ત્યારે બંધ થાય તે ૩૬ મા સૂત્રમાં કહેશે અને કયા પ્રકારે હોય ત્યારે બંધ ન થાય તે ૩૪-૩પ મા સૂત્રમાં કહેશે. બંધ થતાં કેવી જાતનું પરિણમન થાય તે સૂત્ર ૩૭ માં કહેશે.
(૨) બંધ-અનેક પદાર્થોમાં એકપણાનું જ્ઞાન કરાવવાળા સંબંધ વિશેષને બંધ કહે છે.
(૩) બંધ ત્રણ પ્રકારના થાય-૧. પુદ્ગલોનો-સ્પર્શગુણના કારણે, ૨. જીવનો-પોતાના રાગાદિ ભાવ સાથે, ૩. જીવ-પુદ્ગલોનો-અન્યોન્ય અવગાહના કારણે. (જુઓ, પ્રવચનસાર ગાથા-૧૭૭) તેમાંથી પુદ્ગલોનો બંધ આ સૂત્રમાં જણાવ્યો છે.
(૪) સ્નિગ્ધ અને રુક્ષપણાના જે અવિભાગપ્રતિચ્છેદ છે તેને ‘ગુણ’ x કહે છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ વગેરે તથા સંખ્યાત, અસંખ્યાત કે અનંત સ્નિગ્ધ ગુણરૂપે તથા રુક્ષ ગુણરૂપે એક પરમાણુ પરિણમે છે.
(પ) સ્નિગ્ધ સ્નિગ્ધ સાથે, રુક્ષ રુક્ષ સાથે તથા એકબીજા સાથે બંધ થાય છે.।। ૩૩।।
અર્થઃ– [जघन्यगुणानाम्] જઘન્ય ગુણસહિત પરમાણુઓનો [न] બંધ થતો નથી.
(૧) ‘ગુણ’ની વ્યાખ્યા સૂત્ર ૩૩ ની ટીકામાં આપી છે. ‘જઘન્ય ગુણસહિત પરમાણુ’ એટલે કે જે પરમાણુમાં સ્નિગ્ધતા કે રુક્ષતાનો એક અવિભાગી અંશ હોય તેને જઘન્ય ગુણસહિત પરમાણુ કહે છે. જઘન્ય ગુણ એટલે એક ગુણ સમજવો.
(૨) પરમ ચૈતન્યભાવમાં પરિણતિ રાખવાવાળાને પરમાત્મસ્વરૂપની ભાવનારૂપ ધર્મધ્યાન અને શુક્લધ્યાનના બળથી જ્યારે જઘન્ય ચીકણાઈને સ્થાને રાગ ક્ષીણ થઇ જાય છે, તથા જઘન્ય રુક્ષતાને સ્થાને દ્વેષ ક્ષીણ થઈ જાય છે ત્યારે, જેમ જળ અને રેતીનો બંધ થતો નથી તેમ, જઘન્ય સ્નિગ્ધ કે રુક્ષ શક્તિધારી પરમાણુનો પણ કોઈની સાથે બંધ થતો નથી. (પ્રવચનસાર-અધ્યાય ૨. ગાથા ૭૨, શ્રી જયસેન આચાર્યની સંસ્કૃત ટીકા, હિંદી પુસ્તક પા. ૨૨૭) જળ અને રેતીના દ્રષ્ટાંતે જેમ જીવોના રાગદ્વેષ _________________________________________________________________
x દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આવે છે તે ‘ગુણ’ અહીં ન સમજવો પરંતુ ‘ગુણ’ નો અર્થ ‘સ્નિગ્ધ-રુક્ષપણાની શક્તિનું માપ કરવાનું સાધન’ એમ સમજ્વે.