Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 355 of 655
PDF/HTML Page 410 of 710

 

૩પ૪ ] [ મોક્ષશાસ્ત્ર પરમાનંદમય સ્વસંવેદન ગુણના બળથી હીયમાન થઈ જાય છે અને કર્મની સાથે બંધ થતો નથી તેમ જે પરમાણુમાં જઘન્ય ચીકાશ કે રુક્ષતા હોય છે તેને કોઈથી બંધ થતો નથી (હિંદી પ્રવચનસાર-ગાથા ૭૩, પા. ૨૨૮.)

(૩) શ્રી પ્રવચનસાર-અધ્યાય ૨, ગાથા ૭૧ થી ૭૬ સુધી તથા ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૬૧૪ તથા તે નીચેની ટીકા માં પુદ્ગલોમાં બંધ ક્યારે ન થાય અને ક્યારે થાય તે જણાવ્યું છે, માટે તે વાંચવું.

(૪) ચોત્રીસમા સૂત્રના સિદ્ધાંતો

(૧) દ્રવ્યમાં પોતા સાથે એકપણું તે બંધનું કારણ થતું નથી, પણ પોતામાં દ્વૈત-બેપણું થાય ત્યારે બંધ થાય છે. આત્મા એક-ભાવસ્વરૂપ છે, પરંતુ મોહ-રાગ- દ્વેષરૂપ પરિણમનથી દ્વૈતભાવરૂપ થાય છે અને તેથી બંધ થાય છે. (જુઓ, ગુજરાતી પ્રવચનસાર ગાથા ૧૭પની ટીકા.) આત્મા તેના ત્રિકાળી સ્વરૂપે શુદ્ધ ચૈતન્યમાત્ર છે. પર્યાય (વર્તમાન અવસ્થા) માં જો તે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પ્રત્યે લક્ષ આપે તો દ્વૈતપણું થતું નથી, તેથી બંધ થતો નથી-એટલે કે મોહ-રાગ-દ્વેષમાં અટકતો નથી. આત્મા મોહ-રાગ-દ્વેષમાં અટકે તે જ ખરો બંધ છે. અજ્ઞાનતાપૂર્વકના રાગદ્વેષ તે જ ખરેખર સ્નિગ્ધ અને રુક્ષપણાના સ્થાને હોવાથી બંધ છે. (જુઓ, ગુજરાતી પ્રવચનસાર ગાથા ૧૭૬ ની ટીકા.) એ પ્રમાણે આત્મામાં બેપણું થાય ત્યારે બંધ થાય છે અને તેનું નિમિત્ત પામીને દ્રવ્યબંધ થાય છે.

(૨) આ સિદ્ધાંત પુદ્ગલમાં લાગુ પડે છે. જો પુદ્ગલ પોતાના સ્પર્શમાં એક ગુણરૂપે પરિણમે તો તેને પોતામાં જ બંધની શક્તિ (ભાવબંધ) પ્રગટ નહિ હોવાથી બીજા પુદ્ગલ સાથે બંધ થતો નથી. પણ જો તે પુદ્ગલના સ્પર્શમાં બેગુણપણું આવે તો બંધની શક્તિ (ભાવબંધશક્તિ) હોવાથી બીજા ચાર ગુણ સ્પર્શવાળા સાથે બંધાય છે; આ દ્રવ્યબંધ છે. બંધ થવામાં બેપણું-દ્વૈત એટલો ભેદ હમેશાં રહેવો જ જોઈએ.

(૩) દ્રષ્ટાંતઃ- દશમા ગુણસ્થાને સૂક્ષ્મસાંપરાય છે-જઘન્ય લોભ-કષાય છે તો પણ મોહકર્મનો બંધ થતો નથી. સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ તથા પુરુષવેદ જે નવમા ગુણસ્થાને બંધાતો હતો તેની ત્યાં વ્યુચ્છિત્તિ થઈ-એટલે કે તેનો બંધ ત્યાં અટક્યો. (જુઓ, અધ્યાય ૬, સૂત્ર ૧૪ ની ટીકા)

દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંતઃ- (૧) જીવનો જઘન્ય લોભકષાય વિકાર છે પણ તે જઘન્ય હોવાથી કાર્માણવર્ગણાને લોભરૂપે પરિણમવામાં નિમિત્તકારણ થયું નહિ. (૨) તે સમયે સંજ્વલન લોભકર્મની પ્રકૃતિ ઉદયરૂપ હોવા છતાં તેની જઘન્યતા નવા