અ. પ સૂત્ર ૩પ-૩૬ ] [ ૩પપ મોહ કર્મના બંધનું નિમિત્તકારણ થતું નથી, (૩) જો જઘન્ય વિકાર કર્મબંધનું કારણ થાય તો કોઈ જીવ અબંધ થઈ શકે નહિ. ।। ૩૪।।
સમાનજાતિવાળા પરમાણુની સાથે બંધ થતો નથી. જેમ કે-બે ગુણવાળા સ્નિગ્ધ પરમાણુનો બીજા બે ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ સાથે બંધ થતો નથી અથવા તેવા સ્નિગ્ધ પરમાણુનો તેટલા જ ગુણવાળા રુક્ષ પરમાણુ સાથે બંધ થતો નથી. ‘न - (બંધ થતો નથી)’ એ શબ્દ આ સૂત્રમાં કહ્યો નથી પરંતુ ઉપરના સૂત્રમાં કહેલ ‘न’ શબ્દ આ સૂત્રમાં પણ લાગુ પડે છે.
સમાનજાતિવાળા તથા ભિન્નજાતિવાળા પુદ્ગલોનો બંધ થાય છે.
(૨) બે કે વધારે ગુણ સ્નિગ્ધતા તેમ જ બે કે વધારે ગુણ રુક્ષતા સમાનપણે હોય ત્યારે બંધ થતો નથી, એમ બતાવવા માટે ‘गुणसाम्ये’ પદ આ સૂત્રમાં લીધું છે. ।। ૩પ।। (જુઓ, સર્વાર્થસિદ્ધિ, સંસ્કૃત-હિંદી, અધ્યાય પ. પાનું-૧૨૩.)
અર્થઃ– [द्वि अधिक] બે અધિક ગુણ હોય [आदि] એવા પ્રકારના [गुणानां तु] ગુણવાળા સાથે જ બંધ થાય છે.
જ્યારે એક પરમાણુથી બીજા પરમાણુમાં બે અધિક ગુણ હોય ત્યારે જ બંધ થાય છે. જેમ કે બે ગુણવાળા પરમાણુનો બંધ ચાર ગુણવાળા પરમાણુ સાથે થાય; ત્રણ ગુણવાળા પરમાણુનો પાંચ ગુણવાળા પરમાણુ સાથે બંધ થાય; પરંતુ તેનાથી અધિક કે ઓછા ગુણવાળા પરમાણુ સાથે બંધ થાય નહિ. આ બંધ સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે, રુક્ષનો રુક્ષ સાથે, સ્નિગ્ધનો રુક્ષ સાથે તથા રુક્ષનો સ્નિગ્ધ સાથે પણ થાય છે. ।। ૩૬।।