૩પ૬ ] [ મોક્ષશાસ્ત્ર
પરમાણુઓ જેટલા ગુણરૂપે [पारिणामिकौ] ઓછા ગુણવાળા પરમાણુઓનું પરિણમન થાય છે.
અલ્પગુણધારક જે પરમાણુઓ હોય તે જ્યારે અધિકગુણધારક પરમાણુઓ સાથે બંધ અવસ્થા પામે ત્યારે તે અલ્પગુણધારક પરમાણુઓ પોતાની પૂર્વ અવસ્થાને છોડીને બીજી અવસ્થા પ્રગટ કરે છે અને એક સ્કંધ થઈ જાય છે એટલે કે અધિકગુણધારક પરમાણુની જાતનો અને તેટલા ગુણવાળો સ્કંધ થાય છે. ।। ૩૭।।
અર્થઃ– [गुणपर्ययवत्] ગુણ-પર્યાયવાળું [द्रव्यम्] દ્રવ્ય છે.
(૧) ગુણ-૧. દ્રવ્યના અનેક પર્યાય પલટવા છતાં પણ જે દ્રવ્યની કદી પૃથક્ ન થાય, નિરંતર દ્રવ્યની સાથે સહભાવી રહે તે ગુણ કહેવાય; ૨. દ્રવ્યના પૂરા ભાગમાં તથા તેની બધી હાલતમાં જે રહે તેને ગુણ કહે છે. (જૈનસિદ્ધાંત પ્રવેશિકા પ્રશ્ન ૧૧૩). ૩. દ્રવ્યમાં શક્તિની અપેક્ષાએ જે ભેદ કરવામાં આવે તે ગુણ શબ્દોનો અર્થ છે. (તત્ત્વાર્થસાર-અ. ૩. ગાથા ૯, પા. ૧૩૧). ગુણની વ્યાખ્યા સૂત્રકાર સૂત્ર ૪૧ માં આપશે.
(૨) પર્યાય-૧. ક્રમથી થતી વસ્તુની-ગુણની અવસ્થાને પર્યાય કહે છે; ૨. ગુણના વિકારને (વિશેષ કાર્યને) પર્યાય કહે છે. (જૈન સિદ્ધાંત પ્રવેશિકા પ્રશ્ન ૧૪૮.) ૩. દ્રવ્યમાં જે વિક્રિયા થાય-અથવા જે અવસ્થા બદલે તે પર્યાય કહેવાય. (જુઓ, તત્ત્વાર્થસાર અ. ૩. ગાથા ૯. પા. ૧૩૧)
પર્યાયની વ્યાખ્યા સૂત્રકાર ૪૨ મા સૂત્રમાં આપશે. (૩) આગળ સૂત્ર ૨૯-૩૦ માં કહેવામાં આવેલા લક્ષણથી આ લક્ષણ જુદું નથી,