૩પ૮ ] [ મોક્ષશાસ્ત્ર
પર્યાય તે સમય છે. જો કે વર્તમાનકાળ એક સમયમાત્ર જ છે, તોપણ ભૂત- ભવિષ્યની અપેક્ષાથી તેના અનંત સમયો છે.
(૧) સમય-મંદગતિથી ગમન કરનાર એક પુદ્ગલ પરમાણુને આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ પર જતાં જેટલો વખત લાગે તે એક સમય છે. તે કાળનો પર્યાય હોવાથી વ્યવહાર છે. સમયોના સમૂહથી જ આવલિ, ઘડી, કલાક આદિ વ્યવહારકાળ છે. વ્યવહારકાળ નિશ્ચયકાળનો પર્યાય છે.
નિશ્ચયકાળદ્રવ્ય-લોકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર રત્નોના રાશિની માફક કાળાણુ સ્થિત હોવાનું સૂત્ર ૩૯ ની ટીકામાં કહ્યું છે; તે દરેક નિશ્ચયકાળદ્રવ્ય છે. તેનું લક્ષણ વર્તના છે; તે સૂત્ર ૨૨ માં કહેવામાં આવ્યું છે.
(૨) એક સમયે અનંત પદાર્થોની પરિણતિ-જે અનંત પ્રકારની છે; તેને એક કાલાણુનો પર્યાય નિમિત્ત હોય છે, તે અપેક્ષાએ એક કાલાણુને ઉપચારથી ‘અનંત’ કહેવામાં આવે છે.
(૩) સમય તે નાનામાં નાનો વખત છે તેથી તેના વિભાગ પડી શકતા નથી. ।। ૪૦।।
આ પ્રમાણે છ દ્રવ્યોનું વર્ણન પૂરું થયું. હવે બે સૂત્રો દ્વારા ગુણનું અને પર્યાયનું લક્ષણ જણાવીને આ અધિકાર પૂરો થશે.
અર્થઃ– [द्रव्याश्रयाः] જેઓ દ્રવ્યના આશ્રયે હોય અને [निर्गुणाः] પોતે બીજા ગુણોથી રહિત હોય [गुणाः] તે ગુણો છે.
(૧) જ્ઞાનગુણ જીવદ્રવ્યને આશ્રયે રહે છે, તથા જ્ઞાનમાં કોઈ બીજો ગુણ રહેતો નથી. જો તેમાં ગુણ રહે તો તે ગુણ મટીને ગુણી (-દ્રવ્ય) થઈ જાય, પણ તેમ બને નહિ. ‘आश्रयाः’ શબ્દ ભેદાભેદ બન્ને સૂચવે છે.