૩૯૦ ] [ મોક્ષશાસ્ત્ર પરંતુ અનાદિ કર્મબંધરૂપ પર્યાયને પોતે વશ થવાથી તે રાગાદિ પરદ્રવ્ય ઉપાધિ- પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જોકે પર પર્યાયપણે (પરદ્રવ્યના લક્ષે થતા અશુદ્ધ પર્યાયપણે) પરિણમે છે તો પણ નિશ્ચયનયથી શુદ્ધસ્વરૂપને છોડતો નથી. પદ્ગલદ્રવ્યનું પણ તેમ જ થાય છે. આ કારણે જીવ-અજીવનું પરસ્પર અપેક્ષાસહિત પરિણમન હોવું તે જ ‘કથંચિત્-પરિણામીપણું,’ શબ્દનો અર્થ છે.
(ર) આ પ્રમાણે ‘કથંચિત્-પરિણામીપણું’ સિદ્ધ થતા જીવ અને પુદ્ગલના સંયોગની પરિણતિ (-પરિણામ) થી રચાયેલાં બાકીનાં આસ્રવાદિ પાંચ તત્ત્વો સિદ્ધ થાય છે. જીવમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમન વખતે પુદ્ગલકર્મરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે અને પુદ્ગલમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે. આથી જ સાત તત્ત્વોને ‘જીવ અને પુદ્ગલના સંયોગની પરિણતિથી રચાયેલાં’ કહેવાય છે; પરંતુ જીવ અને પુદ્ગલની ભેગી પરિણતિ થઈને બાકીનાં પાંચ તત્ત્વો થાય છે એમ ન સમજવું.
પૂર્વોક્ત જીવ અને અજીવ એ બે દ્રવ્યોને આ પાંચ તત્ત્વોમાં મેળવતાં કુલ સાત તત્ત્વો થાય છે. અને તેમાં પુણ્ય-પાપને જુદાં ગણવામાં આવે તો નવ પદાર્થો થાય છે. પુણ્ય અને પાપ નામના બે પદાર્થોનો અંતર્ભાવ (સમાવેશ) અભેદનયે આસ્રવ-બંધ પદાર્થમાં કરવામાં આવે ત્યારે સાત તત્ત્વો કહેવામાં આવે છે.
શિષ્ય ફરી પ્રશ્ન કરે છે કે-હે ભગવન્! જો કે જીવ-અજીવનું કથંચિત્- પરિણામીપણું માનતાં ભેદપ્રધાન પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સાત તત્ત્વો સિદ્ધ થઈ ગયાં, તોપણ તેનાથી જીવનું શું પ્રયોજન સિદ્ધ થયું? - કારણ કે, જેમ અભેદનયથી પુણ્ય-પાપ એ બે પદાર્થોનો સાત તત્ત્વોમાં અંતર્ભાવ પ્રથમ કર્યો છે તે જ પ્રમાણે વિશેષ અભેદનયની વિવક્ષામાં આસ્રવાદિ પદાર્થોનો પણ જીવ અને અજીવ એ બે જ પદાર્થોમાં અંતર્ભાવ કરી લેવાથી એ બે જ પદાર્થો સિદ્ધ થઈ જશે.
શ્રીગુરુ તે પ્રશ્નનું સમાધાન કરે છે-કયા તત્ત્વો હોય છે અને કયા તત્ત્વો ઉપાદેય છે તેનું પરિજ્ઞાન થાય એ પ્રયોજનથી આસ્રવાદિ તત્ત્વોનું નિરુપણ કરવામાં આવે છે.
હેય, ઉપાદેય તત્ત્વો કયા છે તે હવે કહે છેઃ અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે; તેનું કારણ મોક્ષ છે; મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે; તેનું કારણ વિશુદ્ધ