Moksha Shastra (Gujarati). Sutra: 1 (Chapter 6).

< Previous Page   Next Page >


Page 393 of 655
PDF/HTML Page 448 of 710

 

૩૯૨ ] [ મોક્ષશાસ્ત્ર

(૪) વળી તે જીવ, કોઈ બીજાની જ વાત કરતો હોય તેમ આત્માનું કથન કરે છે, પરંતુ ‘એ આત્મા હું જ છું’ એવો ભાવ તેને ભાસતો નથી. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે; પરંતુ ‘હું એ શરીરાદિકથી ભિન્ન છું’ એવો ભાવ તેને ભાસતો નથી; તેથી તેને જીવ-અજીવની યથાર્થ શ્રદ્ધા નથી.

(પ) પર્યાયમાં (-વર્તમાન દશામાં) જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયા થાય છે; તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી બનેલી માને છે, પણ ‘આ જીવની ક્રિયા છે અને આ પુદ્ગલની ક્રિયા છે’ એમ ભિન્ન ભિન્ન ભાવ તેને ભાસતો નથી. આવો ભિન્ન ભાવ ભાસ્યા વિના તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ, કારણ કે જીવ-અજીવને જાણવાનું પ્રયોજન તો એ જ હતું; તે આને થયું નહી.

(જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. રર૯)

(૬) જ્યાં સુધી આવી યથાર્થ શ્રદ્ધા ન થાય ત્યાં સુધી જીવ સમ્યગ્દ્રષ્ટિ થતો નથી-એમ પહેલા અધ્યાયના બત્રીસમાં સૂત્રમાં* કહ્યું છે. તેમાં ‘સત્’ શબ્દથી જીવ પોતે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ શું છે તે સમજવા કહ્યું છે અને ‘અસત્’ શબ્દથી એ બતાવ્યું છે કે-જીવમાં થતો વિકાર જીવમાંથી ટાળી શકાય છે માટે તે પર છે. પરવસ્તુઓ અને આત્મા ભિન્ન હોવાથી કોઈ પરનું કાંઈ કરી શકે નહિ; આત્માની અપેક્ષાએ પરવસ્તુઓ અસત્ છે-નાસ્તિપણે છે આમ યથાર્થ સમજે ત્યારે જ સત્- અસત્ના વિશેષનું યથાર્થ જ્ઞાન જીવને થાય છે. જ્યાં સુધી એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવને આસ્રવ ટળે નહિ; જ્યાં સુધી જીવ પોતાનો અને આસ્રવનો ભેદ જાણે નહિ ત્યાં સુધી તેને વિકાર ટળે નહિ. તેથી એ ભેદ સમજાવવા આસ્રવનું સ્વરૂપ છઠ્ઠા અને સાતમા અધ્યાયોમાં કહ્યું છે.

આ આસ્રવ–અધિકાર છે; તેમાં પ્રથમ યોગના ભેદ અને તેનું
સ્વરૂપ કહે છે–
कायवाङ़्मनःकर्म योगः।। १।।

અર્થઃ– [कायवाङ़्मनःकर्म] કાય, વચન અને મનના અવલંબને (-નિમિત્તે) આત્માના પ્રદેશોનું સકંપ થવું તે [योगः] યોગ છે. _________________________________________________________________ *सदसतोरविशेषाद्यद्रच्छोपलब्धेरुन्मत्तवत्।। ३२।।