અ. ૬ સૂત્ર ૧-૨ ] [ ૩૯૩
૧. અધ્યાય પ, સૂત્ર રર માં ‘ક્રિયા’ શબ્દ કહ્યો છે અને અહીં ‘કર્મ’ શબ્દ કહ્યો છે તે બન્નેનો અર્થ એક જ છે.
ર. યોગઃ– આત્માના પ્રદેશોનું સકંપ થવું તે; સૂત્રમાં યોગના જે ત્રણ પ્રકાર કહ્યા છે તે નિમિત્ત અપેક્ષાએ છે. ઉપાદાનરૂપ યોગમાં ત્રણ પ્રકાર નથી પણ એક જ પ્રકાર છે. બીજી રીતે યોગના બે પ્રકાર પાડી શકાય છે-૧. ભાવયોગ અને ર. દ્રવ્યયોગ. કર્મ-નોકર્મને ગ્રહણ કરવાની આત્માની શક્તિવિશેષ તે ભાવયોગ છે, અને તે શક્તિના કારણે આત્મપ્રદેશોનું પરિસ્પંદન (ચંચળ થવું) તે દ્રવ્યયોગ છે- (અહીં ‘દ્રવ્ય’ નો અર્થ ‘આત્મદ્રવ્યના પ્રદેશો’ થાય છે).
૩. આ આસ્રવ અધિકાર છે. યોગ તે આસ્રવ છે-એમ બીજા સૂત્રમાં કહેશે. આ યોગના બે પ્રકાર છે-૧. સકષાય યોગ અને ર. અકષાય યોગ. (જુઓ, સૂત્ર ૪.)
૪. ભાવયોગ જો કે એક જ પ્રકારનો છે તોપણ નિમિત્ત અપેક્ષાએ તેના પંદર ભેદ પડે છે; જ્યારે તે યોગ મન તરફ વળે છે ત્યારે તેમાં મન નિમિત્ત હોવાથી, યોગ અને મનનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા માટે, તે યોગને ‘મનોયોગ’ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે વચન તથા કાય તરફ વળે છે ત્યારે વચન અને કાયયોગ કહેવાય છે. તેમાં મનોયોગના ચાર પ્રકાર, વચનયોગના ચાર પ્રકાર અને કાયયોગના સાત પ્રકાર છે; એ રીતે નિમિત્તની અપેક્ષાએ ભાવયોગના કુલ પંદર ભેદો પડે છે. (જૈન સિદ્ધાંત પ્રવેશિકા-પ્ર. રર૦, ૪૩ર, ૪૩૩)
પ. આત્માના અનંત ગુણોમાનો એક ‘યોગ’ ગુણ છે; તે અનુજીવી ગુણ છે. તે ગુણના પર્યાયમાં બે પ્રકાર પડે છે-૧. પરિસ્પંદનરૂપ એટલે કે આત્મપ્રદેશોનાં કંપનરૂપ અને ર. આત્મપ્રદેશોની નિશ્ચલતારૂપ-નિષ્કંપરૂપ. પહેલો પ્રકાર તે યોગગુણનો અશુદ્ધ પર્યાય છે અને બીજો પ્રકાર તે યોગગુણનો શુદ્ધ પર્યાય છે.
આ સૂત્રમાં યોગગુણના કંપનરૂપ અશુદ્ધ પર્યાયને ‘યોગ’ કહેલ છે.
અર્થઃ– [सः] તે યોગ [आस्रवः] આસ્રવ છે.