અ. ૬ સૂત્ર ૧૬-૧૭ ] [ ૪૨૩
(૩) કપટ-કુટિલ કર્મમાં તત્પરપણું હોવું,
(૪) પૃથ્વીભેદ સમાન ક્રોધીપણું હોવું,
(પ) શીલરહિતપણું હોવું,
(૬) શબ્દથી-ચેષ્ટાથી તીવ્ર માયાચાર કરવો,
(૭) પરના પરિણામમાં ભેદ ઉપજાવવો.
(૮) અતિ અનર્થ પ્રગટ કરવો,
(૯) ગંધ-રસ-સ્પર્શનું વિપરીતપણું કરવું,
(૧૦) જાતિ-કુળ-શીલમાં દૂષણ લગાડવું,
(૧૧) વિસંવાદમાં પ્રીતિ રાખવી,
(૧ર) પરના ઉત્તમ ગુણને છૂપાવવો.
(૧૩) પોતામાં ન હોય તેવા ગુણો કહેવા,
(૧૪) નીલ-કાપોત લેશ્યારૂપ પરિણામ કરવા,
(૧પ) આર્ત્તધ્યાનમાં મરણ કરવું,
- આ વગેરે લક્ષણવાળા પરિણામો તિર્યંચાયુના આસ્રવનાં કારણો છે. ।। ૧૬।।
(૪) પૃથ્વીભેદ સમાન ક્રોધીપણું હોવું,
(પ) શીલરહિતપણું હોવું,
(૬) શબ્દથી-ચેષ્ટાથી તીવ્ર માયાચાર કરવો,
(૭) પરના પરિણામમાં ભેદ ઉપજાવવો.
(૮) અતિ અનર્થ પ્રગટ કરવો,
(૯) ગંધ-રસ-સ્પર્શનું વિપરીતપણું કરવું,
(૧૦) જાતિ-કુળ-શીલમાં દૂષણ લગાડવું,
(૧૧) વિસંવાદમાં પ્રીતિ રાખવી,
(૧ર) પરના ઉત્તમ ગુણને છૂપાવવો.
(૧૩) પોતામાં ન હોય તેવા ગુણો કહેવા,
(૧૪) નીલ-કાપોત લેશ્યારૂપ પરિણામ કરવા,
(૧પ) આર્ત્તધ્યાનમાં મરણ કરવું,
- આ વગેરે લક્ષણવાળા પરિણામો તિર્યંચાયુના આસ્રવનાં કારણો છે. ।। ૧૬।।
મનુષ્યાયુના આસ્રવનું કારણ
अल्पारम्भपरिग्रहत्वं मानुषस्य।। १७।।
અર્થઃ– [अल्प आरंभपरिग्रहत्वं] અલ્પ આરંભપરિગ્રહપણું તે [मानुषस्य]
મનુષ્યના આયુના આસ્રવનું કારણ છે.
ટીકા
નરકાયુના આસ્રવનું કથન ૧પ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે, તે નરકાયુના આસ્રવથી જે વિપરીત છે તે મનુષ્યના આયુના આસ્રવનું કારણ છે. આ સૂત્રમાં મનુષ્યાયુના આસ્રવના કારણનું સંક્ષેપ કથન છે; તેનું વિસ્તારથી વર્ણન નીચે પ્રમાણે છે-
(૧) મિથ્યાત્વસહિત બુદ્ધિનું હોવું, (ર) સ્વભાવમાં વિનય હોવો, (૩) પ્રકૃતિમાં ભદ્રતા હોવી, (૪) પરિણામોમાં કોમળતા હોવી અને માયાચારનો ભાવ ન હોવો,