Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 440 of 655
PDF/HTML Page 495 of 710

 

૪૪૦ ] [ મોક્ષશાસ્ત્ર આચાર્યદેવે તે બન્નેને આસ્રવમાં જ સમાવી દઈને તેને લગતા છઠ્ઠો અને સાતમો એ બે અધ્યાય કહ્યા છે; તેમાં છઠ્ઠો અધ્યાય પૂરો થયા પછી આ સાતમા અધ્યાયમાં આસ્રવ અધિકાર ચાલુ રાખ્યો છે અને તેમાં શુભાસ્રવનું વર્ણન કર્યું છે.

આ અધ્યાયમાં જણાવ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને થતા વ્રત, દયા, દાન, કરુણા, મૈત્રી વગેરે ભાવો પણ શુભઆસ્રવો છે અને તેથી તેઓ બંધનું કારણ છે; તો પછી મિથ્યાદ્રષ્ટિ જીવને (-કે જેને સાચાં વ્રત જ હોઈ શકતા નથી) તેના શુભભાવ ધર્મ, સંવર કે તેનું કારણ શી રીતે થઈ શકે? કદી થઈ શકે જ નહિ.

પ્રશ્નઃ– શુભભાવ તે પરંપરાઓ ધર્મનું કારણ છે એમ શાસ્ત્રમાં કેટલીક જગ્યાએ કહેવામાં આવે છે તેનો શું અર્થ છે?

ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવો પોતાના સ્વરૂપમાં જ્યારે સ્થિર રહી શકતા નથી ત્યારે રાગ-દ્વેષ તોડવાનો પુરુષાર્થ કરે છે પણ પુરુષાર્થ નબળો હોવાથી અશુભભાવ ટળે છે અને શુભભાવ રહી જાય છે. તેઓ તે શુભભાવને ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી પણ તેને આસ્રવ જાણીને ટાળવા માગે છે. તેથી જ્યારે તે શુભભાવ ટળી જાય ત્યારે જે શુભભાવ ટળ્‌યો તેને શુદ્ધભાવ (-ધર્મ) નું પરંપરા કારણ કહેવામાં આવે છે, સાક્ષાત્ પણે તે ભાવ શુભાસ્રવ હોવાથી બંધનું કારણ છે અને જે બંધનું કારણ હોય તે સંવરનું કારણ થઈ શકે નહિ.

અજ્ઞાની તો શુભભાવને ધર્મ કે ધર્મનું કારણ માને છે અને તેને તે ભલો જાણે છે, તેથી તેનો શુભભાવ સાક્ષાત્ બંધનું કારણ છે અને તેને થોડા વખતમાં ટાળીને અશુભભાવરૂપે પોતે પરિણમશે; આ રીતે અજ્ઞાનીના શુભભાવ તો અશુભભાવનું (પાપનું) પરંપરા કારણ કહેવાય છે એટલે કે તે શુભ ટાળીને જ્યારે અશુભપણે પરિણમે ત્યારે પૂર્વનો જે શુભભાવ ટળ્‌યો તેને અશુભભાવનું પરંપરા કારણ થયું કહેવાય છે.

આટલી ભૂમિકા લક્ષમાં રાખીને આ અધ્યાયના સૂત્રોમાં રહેલા ભાવો બરાબર સમજવાથી વસ્તુસ્વરૂપની ભૂલ ટળી જાય છે.

વ્રતનું લક્ષણ

हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम्।। १।।

અર્થઃ– [हिंसा अनृत स्तेय अब्रह्म परिग्रहेभ्यो विरतिः] હિંસા, જૂઠું, ચોરી,

મૈથુન અને પરિગ્રહ (અર્થાત્ પદાર્થ) પ્રત્યે મમત્વરૂપ પરિણામ-એ પાંચ પાપોથી (બુદ્ધિપૂર્વક) નિવૃત્તિ તે [व्रतम्] વ્રત છે.