Moksha Shastra (Gujarati). Sutra: 11 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 457 of 655
PDF/HTML Page 512 of 710

 

અ. ૭ સૂત્ર ૧૧ ] [ ૪પ૭

વ્રતધારી સમ્યગ્દ્રષ્ટિની ભાવના
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि च सत्त्वगुणाधिक
क्लिश्यमानाविनयेषु।। ११।।
અર્થઃ– [सत्त्वेषु मैत्री] પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી-નિર્વેરબુદ્ધિ [गुणाधिकेषु

प्रमोद] અધિક ગુણવાનો પ્રત્યે પ્રમોદ, [क्लिश्यमानेषु कारुण्य] દુઃખી-રોગી જીવો પ્રત્યે કરુણા [अविनयेषु माध्यस्थ्यानि च] અને હઠાગ્રહી-મિથ્યાદ્રષ્ટિ જીવો પ્રત્યે માધ્યસ્થભાવના- આ ચાર ભાવના અહિંસાદિ પાંચ વ્રતોની સ્થિરતા માટે વારંવાર ચિંતવવી યોગ્ય છે.

ટીકા

૧. આ ચાર ભાવના સમ્યગ્દ્રષ્ટિ જીવોને શુભભાવરૂપે હોય છે. આ ભાવના મિથ્યાદ્રષ્ટિને હોતી નથી. કેમ કે તેને વસ્તુસ્વરૂપનો વિવેક નથી.

મૈત્રી– બીજાને દુઃખ ન દેવાની ભાવના તે મૈત્રી છે. પ્રમોદ–અધિક ગુણોના ધારક જીવો પ્રત્યે પ્રસન્નતા વગેરેથી અંતરંગ ભક્તિ

પ્રગટ થાય તે પ્રમોદ છે.

કારુણ્ય– દુઃખી જીવોને દેખીને તેમના પ્રત્યે કરુણાભાવ થવો તે કારુણ્ય છે. માધ્યસ્થ્ય–જે જીવ તત્ત્વાર્થશ્રદ્ધાથી રહિત છે અને તત્ત્વનો ઉપદેશ દેવાથી

ઉલટો ચિડાય છે, તેની પ્રત્યે ઉપેક્ષા રાખવી તે માધ્યસ્થપણું છે.

૨. આ સૂત્રના અર્થની પૂર્ણતા કરવા માટે નીચેના ત્રણમાંથી કોઈ એક વાક્ય

ઉમેરવું-

૧. ‘तत्स्थैयर्थिम् भावयितव्यानि’ = તે અહિંસાદિક પાંચ વ્રતોની સ્થિરતા માટે ભાવવાયોગ્ય છે.

૨. ‘भावयतः पुर्णान्यहिंसादीनि व्रतानि भवन्ति’ = આ ભાવના ભાવવાથી અહિંસાદિક પાંચ વ્રતોની પૂર્ણતા થાય છે.

૩. ‘तत्स्थैर्यार्थम् भावयेत्’ = તે પાંચ વ્રતોની દ્રઢતા માટે ભાવના કરે.

[જુઓ, સર્વાર્થસિદ્ધિ અ. ૭. પાનું-૨૯]

૩. ‘જ્ઞાનીઓને અજ્ઞાની જીવો પ્રત્યે દ્વેષ હોતો નથી, પણ કરુણા હોય છે; આ સંબંધમાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ત્રીજી ગાથામાં કહ્યું છે કે-

કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શૂષ્ક જ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ૩.