Moksha Shastra (Gujarati). Sutra: 12 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 458 of 655
PDF/HTML Page 513 of 710

 

૪પ૮ ] [ મોક્ષશાસ્ત્ર

અર્થઃ– કોઈ ક્રિયામાં જ જડ થઈ રહ્યા છે, કોઈ જ્ઞાનમાં શૂષ્ક થઈ રહ્યા છે અને એમાં તેઓ મોક્ષમાર્ગ માની રહ્યા છે તે જોઈને કરુણા ઊપજે છે.

૪. ગુણાધિક–સમ્યગ્જ્ઞાનાદિ ગુણોમાં જે પ્રધાન-માન્ય-મોટા હોય તે ગુણાધિક છે.
કિલશ્યમાન– મહામોહરૂપ મિથ્યાત્વથી જે ગ્રસ્ત છે, કુમતિ-કુશ્રુતાદિ અજ્ઞાનથી
પરિપૂર્ણ છે, વિષયો સેવવાની તીવ્ર તૃષ્ણારૂપ અગ્નિથી જેઓ
અત્યંતદગ્ધ થઈ રહ્યા છે અને વાસ્તવિક હિતની પ્રાપ્તિ અને
અહિતનો પરિહાર કરવામાં જે વિપરીત છે- તે કારણે જેઓ
દુઃખથી પીડિત છે, તે જીવો કિલશ્યમાન છે.
અવિનયીઃ માટીનો પિંડ, લાકડું કે ભીંત સમાન જે જીવ જડ-અજ્ઞાની છે,
જેઓ વસ્તુસ્વરૂપનું ગ્રહણ કરવા (સમજવા અને ધારણ કરવા)
માગતા નથી, વિવેક શક્તિ દ્વારા હિતાહિતનો વિચાર કરવા
માગતા નથી, તર્કશક્તિથી જ્ઞાન કરવા માગતા નથી તથા
દ્રઢપણે વિપરીત શ્રદ્ધાવાળા છે અને દ્વેષાદિકને વશ થઈ
વસ્તુસ્વરૂપને અન્યથા ગ્રહણ કરી રાખે છે, તેવા જીવો અવિનયી
છે; આવા જીવોને અપદ્રષ્ટિ પણ કહેવાય છે.
।। ૧૧।।
વ્રતોની રક્ષા અર્થે સમ્યગ્દ્રષ્ટિની વિશેષ ભાવના

जगत्कायस्वभावौ वा संवेगवैराग्यार्थम्।। १२।।

અર્થઃ– [संवेगवैराग्य अर्थम्] સંવેગ અર્થાત્ સંસારનો ભય અને વૈરાગ્ય

અર્થાત્ રાગદ્વેષનો અભાવ-તે માટે [जगत् कायस्वभावौ वा] ક્રમથી સંસાર અને શરીરના સ્વભાવનું ચિંતવન કરવું.

ટીકા
૧. જગતનો સ્વભાવ

છ દ્રવ્યોનો સમૂહ તે જગત છે. દરેક દ્રવ્ય અનાદિઅનંત છે; તેમાં જીવ સિવાયના પાંચ દ્રવ્યો જડ છે અને જીવદ્રવ્ય ચેતન છે. જીવોની સંખ્યા અનંત છે; પાંચ અચેતન દ્રવ્યોને સુખ-દુઃખ નથી, જીવદ્રવ્યને સુખ-દુઃખ છે. અનંત જીવોમાં કેટલાક સુખી છે અને મોટા ભાગના જીવો દુઃખી છે. જે જીવો સુખી છે તેઓ સમ્યગ્જ્ઞાની જ છે, સમ્યગ્જ્ઞાન વગર કોઈ જીવ સુખી હોઈ શકે નહિ; સમ્યગ્જ્ઞાનનું કારણ સમ્યગ્દર્શન છે; આ રીતે સુખની શરુઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, અને સુખની પૂર્ણતા સિદ્ધદશામાં