અ. ૭ સૂત્ર ૧૩ ] [ ૪૬૩
પ્રમાદ) ના સંબંધથી-અથવા તો પ્રમાદી જીવના મન-વચન-કાયયોગથી [प्राणव्यपरोपणं] જીવના ભાવપ્રાણનો, દ્રવ્યપ્રાણનો, અગર તે બન્નેનો વિયોગ કરવો તે [हिंसा] હિંસા છે.
આ સુત્રમાં ‘प्रमत्तयोगात्’ શબ્દ ભાવવાચક છે; તે એમ બતાવે છે કે, પ્રાણોનો
વિયોગ થવા માત્રથી હિંસાનું પાપ નથી પણ પ્રમાદભાવ તે હિંસા છે અને તેનાથી પાપ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે- પ્રાણીઓના પ્રાણોથી જુદા થવા માત્રથી હિંસાનો બંધ થતો નથી; જેમ કે ઇર્યાસમિતિવાળા મુનિને તેમના નીકળવાના સ્થાનમાં કોઈ જીવ આવી પડે અને પગના સંયોગથી તે જીવ મરી જાય તો ત્યાં તે મુનિને તે જીવના મૃત્યુના નિમિત્તે જરા પણ બંધ થતો નથી, કેમકે તેમના ભાવમાં પ્રમાદયોગ નથી.
૨. આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામને ઘાતવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે; ખરેખર રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે અને તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે-આવું જૈનશાસ્ત્રનું ટુંકું રહસ્ય છે.
૩. પ્રશ્નઃ– જીવ મરે કે ન મરે, તોપણ પ્રમાદ યોગથી (અયત્નાચારથી) નિશ્ચય હિંસા થાય છે, તો પછી અહીં સૂત્રમાં ‘प्राणव्यपरोपणं’ એ શબ્દ શા માટે વાપર્યો છે?
ઉત્તરઃ– પ્રમાદયોગથી જીવના પોતાના ભાવપ્રાણોનું મરણ અવશ્ય થાય છે. પ્રમાદમાં પ્રવર્તતાં, જીવ પ્રથમ તો પોતાના જ શુદ્ધભાવપ્રાણોનો વિયોગ કરે છે; પછી ત્યાં અન્ય જીવના દ્રવ્ય પ્રાણોનો વિયોગ (વ્યપરોપણ) થાય કે ન થાય, તોપણ પોતાના ભાવપ્રાણોનું મરણ તો અવશ્ય થાય છે-એમ બતાવવા માટે ‘प्राणव्यपरोपणं’ શબ્દ વાપર્યો છે.
૪. જે પુરુષને ક્રોધાદિક કષાય પ્રગટ થાય છે તેને પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણોનો ઘાત થાય છે. કષાયના પ્રગટવાથી જીવના ભાવપ્રાણોનું જે વ્યપરોપણ થાય છે તે ભાવ હિંસા છે અને તે હિંસા વખતે જો સામા જીવના પ્રાણનો વિયોગ થાય તો તે દ્રવ્યહિંસા છે.
પ. આત્મામાં વિભાવ ભાવોની ઉત્પત્તિ થાય તેનું નામ જ ભાવહિંસા છે, -આ જૈન સિદ્ધાંતનું રહસ્ય છે. ધર્મનું લક્ષણ જ્યાં અહિંસા કહ્યું છે ત્યાં ‘રાગાદિવિભાવ-