Moksha Shastra (Gujarati). Sutra: 14 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 465 of 655
PDF/HTML Page 520 of 710

 

અ. ૭ સૂત્ર ૧૪ ] [ ૪૬પ

અસત્યનું સ્વરૂપ
असदभिधानमनृतम्।। १४।।
અર્થઃ– પ્રમાદના યોગથી [असत् अभिधानं] જીવોને દુઃખદાયક અથવા

મિથ્યારૂપ વચન બોલવાં તે [अनृतम्] અસત્ય છે.

ટીકા

૧. પ્રમાદના સંબંધથી જૂઠું બોલવું તે અસત્ય છે. જે શબ્દો નીકળે છે તે તો પુદ્ગલ દ્રવ્યની અવસ્થા છે, તેને જીવ પરિણમાવતો નથી, તેથી માત્ર શબ્દોના ઉચ્ચારનું પાપ નથી પણ જીવનો અસત્ય બોલવાનો પ્રમાદભાવ તે જ પાપ છે.

ર. સત્યનું પરમાર્થ સ્વરૂપ

(૧) આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, બીજા કોઈનું આત્મા કરી શકતો નથી-આમ વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; અને દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ વગેરે પર વસ્તુઓના સંબંધમાં વ્યવહારથી ભાષા બોલતાં એ ઉપયોગ (-અભિપ્રાય) રાખવો જોઈએ કે ‘હું આત્મા છું, એક આત્મા સિવાય બીજું કોઈ મારું નથી; એ કોઈનું હું કાંઈ કરી શકતો નથી.’ અન્ય આત્માના સંબંધમાં બોલતાં પણ એ ઉપયોગ (અભિપ્રાય) રાખવો જોઈએ કે ‘જાતિ, લિંગ ઇંદ્રિયાદિક ઉપચરિત ભેદવાળો તે આત્મા ખરેખર નથી, પણ પ્રયોજન પૂરતું વ્યવહારનયથી સંબોધવામાં આવે છે.’ જો આ રીતની ઓળખાણના ઉપયોગપૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય તો તે પારમાર્થિક સત્ય છે. વસ્તુસ્વરૂપના ભાન વગર સત્ય પરમાર્થે હોય નહિ. આ સંબંધી સ્પષ્ટ સમજાવવામાં આવે છે-

. કોઈ જીવ આરોપિત વાત કરતાં ‘મારો દેહ, મારું ઘર, મારી સ્ત્રી, મારા

પુત્ર’ ઇત્યાદિ પ્રકારે ભાષા બોલે છે; તે વખતે, હું તે અન્ય દ્રવ્યોથી ભિન્ન છું, કોઈ ખરેખર મારાં નથી, હું તેમનું કાંઈ કરી શકતો નથી’ આવું જો તે જીવને સ્પષ્ટપણે ભાન હોય તો તે પરમાર્થ સત્ય કહેવાય.

. કોઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલણા રાણીનું વર્ણન કરતાં હોય; તે

વખતે ‘તે બન્ને આત્મા હતા. અને માત્ર શ્રેણિકના ભવ-આશ્રયે તેમનો સંબંધ હતો’ એ વાત જો તેમના લક્ષમાં હોય અને ગ્રંથ રચવાની પ્રવૃત્તિ કરે, તો તે પરમાર્થ સત્ય છે. (જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ ૨. પાનું ૬૧૩)