Moksha Shastra (Gujarati). Sutra: 19-21 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 472 of 655
PDF/HTML Page 527 of 710

 

૪૭૨ ] [ મોક્ષશાસ્ત્ર

વ્રતીના ભેદ
अगार्यनगारश्च।। १९।।
અર્થઃ– [अगारी] અગારી અર્થાત્ સાગાર (ગૃહસ્થ) [अनगारःच] અને

અણગાર (ગૃહત્યાગી ભાવમુનિ)-એ પ્રમાણે વ્રતીના બે ભેદ છે.

નોંધઃ– મહાવ્રતોને પાળનારા મુનિ અણગારી કહેવાય છે અને દેશવ્રતને પાળનારા શ્રાવક સાગારી કહેવાય છે. ।। ૧૯।।

સાગારનું લક્ષણ
अणुव्रतोऽगारी।। २०।।

અર્થઃ– [अणुव्रतः] અણુવ્રત અર્થાત્ એકદેશવ્રત પાળનારા સમ્યગ્દ્રષ્ટિ જીવ [अगारी] સાગાર કહેવાય છે.

ટીકા

અહીંથી અણુવ્રતધારીઓનું વિશેષ વર્ણન શરૂ થાય છે, અને આ અધ્યાય પૂરો થતાં સુધી તે જ વર્ણન છે. અણુવ્રતના પાંચ ભેદ છે. ૧. અહિંસા અણુવ્રત ર. સત્ય અણુવ્રત ૩. અચૌર્ય અણુવ્રત ૪ બ્રહ્મચર્ય અને પ. પરિગ્રહ પરિમાણ અણુવ્રત. ।। ૨૦।।

અણુવ્રતના સહાયક સાત શીલવ્રતો
दिग्देशानर्थदंडविरतिसामायिकप्रौषधोपवासोपभोगपरिभोग–
परिमाणातिथिसंविभागव्रतसंपन्नश्च।। २१।।

અર્થઃ– [च] વળી તે વ્રતી [दिग् देश अनर्थदंडविरतिः] દિગ્વ્રત દેશવ્રત તથા અનર્થદંડવ્રત એ ત્રણ ગુણવ્રત અને [सामायिक प्रौषधोपवास उपभोगपरिभोगपरिमाण अतिथिसंविभागव्रत] સામાયિક, પ્રૌષધ ઉપવાસ, ઉપભોગ- પરિભોગનું પરિમાણ (-મર્યાદા) તથા અતિથિસંવિભાગ વ્રત-એ ચાર શિક્ષાવ્રત [संपन्नः] સહિત હોય છે અર્થાત્ વ્રતધારી શ્રાવક પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ રીતે બાર વ્રતો સહિત હોય છે.

ટીકા

૧. પૂર્વે ૧૩ થી ૧૭ સુધીના સૂત્રોમાં હિંસાદિ પાંચ પાપોનું જે વર્ણન કર્યું છે તેમનો એકદેશ ત્યાગ તે પાંચ અણુવ્રત છે. અણુવ્રતોને જે પુષ્ટિ કરે તે ગુણવ્રત છે અને જેનાથી મુનિવ્રત પાલન કરવાનો અભ્યાસ થાય તે શિક્ષાવ્રત છે.