અ. ૭ સૂત્ર ૨૩ ] [ ૪૭પ
ઉત્તરઃ– રાગ-દ્વેષ-મોહથી લેપાયેલ જીવ ઝેર, શસ્ત્ર વગેરેથી ઘાત કરે તે આત્મઘાત છે, પણ સમાધિપૂર્વક સલ્લેખના મરણ કરે તેમાં રાગાદિક નથી અને આરાધના છે તેથી તેને આત્મઘાત નથી. પ્રમત્તયોગ રહિત અને આત્મજ્ઞાન સહિત જે જીવ, કલેવર અવશ્ય વિનાશિક છે એમ જાણીને તે પ્રત્યેનો રાગ ઓછો કરે છે તેને હિંસા નથી. ।। ૨૨।।
અર્થઃ– [शंका कांक्षा विचिकित्सा] શંકા, કાંક્ષા, વિચિકિત્સા, [अन्यद्रष्टिप्रशंसा संस्तवाः] અન્યદ્રષ્ટિની પ્રશંસા અને અન્યદ્રષ્ટિનું સંસ્તવ-એ પાંચ [सम्यग्द्रष्टेः अतीचाराः] સમ્યગ્દર્શનના અતિચારો છે.
૧. જે જીવનું સમ્યગ્દર્શન નિર્દોષ હોય તે વ્રત બરાબર પાળી શકે છે તેથી અહીં પ્રથમ સમ્યગ્દર્શનના અતિચારો જણાવ્યા છે, કે જેથી તે અતિચાર ટાળી શકાય. ઔપશમિકસમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ તો નિર્મળ હોય છે, તેમાં અતિચાર હોતા નથી. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ચળ, મળ અને અગાઢ એ દોષ સહિત હોય છે એટલે તેમાં અતિચાર લાગે છે.
ર. સમ્યગ્દ્રષ્ટિને આઠ ગુણ (-અંગ, લક્ષણ અર્થાત્ આચાર) હોય છે, તેનાં નામ-નિઃશંકા, નિઃકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢદ્રષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના.
૩. સમ્યગ્દર્શનના પાંચ અતિચાર કહ્યા તેમાંથી પહેલા ત્રણ તો નિઃશંકિતાદિ પહેલા ત્રણ ગુણોમાં આવતા દોષો છે. અને બાકીના બે અતિચારોનો સમાવેશ છેલ્લા પાંચ ગુણોના દોષમાં થાય છે. આ અતિચારો ચોથાથી સાતમા ગુણસ્થાનવાળા ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિને હોય છે એટલે કે ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનવાળા મુનિ, શ્રાવક કે સમ્યગ્દ્રષ્ટિ-એ ત્રણને આ અતિચાર હોઈ શકે છે. આ અતિચારમાં સમ્યક્ત્વમોહનીયનો ઉદય નિમિત્ત છે. અંશે ભંગ થાય (અર્થાત્ દોષ લાગે) તેને અતિચાર કહે છે, તેના પરિણામે સમ્યગ્દર્શન નિર્મૂળ થતું નથી, માત્ર મલિન થાય છે.
૪. શુદ્ધાત્મસ્વભાવની પ્રતીતિરૂપ નિશ્ચયસમ્યગ્દર્શનના સદ્ભાવમાં સમ્યગ્દર્શન