૪૭૬ ] [ મોક્ષશાસ્ત્ર સંબંધી વ્યવહાર દોષો હોવા છતાં ત્યાં મિથ્યાત્વપ્રકૃતિઓનું બંધન થતું નથી. વળી બીજા ગુણસ્થાને પણ સમ્યગ્દર્શન સંબંધી વ્યવહાર દોષો હોવા છતાં ત્યાં પણ મિથ્યાત્વ પ્રકૃતિનું બંધન નથી.
પ. સમ્યગ્દર્શન એ ધર્મરૂપી વૃક્ષની જડ છે, મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે; તેના વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યક્પણાને પામતા નથી. માટે લાયક જીવોને માટે એ ઉચિત છે કે, જે પ્રકારે બને તે રીતે અર્થાત્ ગમે તેમ કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપને સમજીને સમ્યગ્દર્શનરૂપી રત્નથી પોતાના આત્માને ભૂષિત કરે અને તે સમ્યગ્દર્શનને અતિચાર રહિત બનાવે. ધર્મરૂપી કમળની મધ્યમાં સમ્યગ્દર્શનરૂપી કળી શોભાયમાન છે, નિશ્ચય વ્રત, શીલ વગેરે તે કળીનાં પાંદડાં છે. માટે ગૃહસ્થોએ અને મુનિઓએ તે સમ્યગ્દર્શનરૂપી કળીમાં અતિચાર આવવા ન દેવો.
શંકાઃ– પોતાના આત્માને જ્ઞાતા-દ્રષ્ટા, અખંડ, અવિનાશી, અને પુદ્ગલથી ભિન્ન જાણીને પણ આલોક, પરલોક, મરણ, વેદના, અરક્ષા, અગુપ્તિ અને અકસ્માત્-એ સાત ભયને પ્રાપ્ત થવું અથવા તો અર્હંત સર્વજ્ઞ વીતરાગદેવે કહેલા તત્ત્વના સ્વરૂપમાં સંદેહ થવો તે શંકા નામનો અતિચાર છે.
કાંક્ષા– આ લોક કે પરલોક સંબંધી ભોગોમાં તથા મિથ્યાદ્રષ્ટિઓના જ્ઞાન કે આચરણાદિમાં વાંછા થઈ આવવી તે વાંછા-અતિચાર છે. આ રાગ છે.
વિચિકિત્સા– રત્નત્રય વડે પવિત્ર પણ બાહ્યમાં મલિન શરીર-એવા ધર્માત્મા મુનિઓને દેખીને તેમના પ્રત્યે અથવા ધર્માત્માના ગુણો પ્રત્યે કે દુઃખી-દારિદ્રી જીવોને દેખીને તેમના પ્રત્યે ગ્લાનિ થઈ આવવી તે વિચિકિત્સા-અતિચાર છે. આ દ્વેષ છે.
અન્યદ્રષ્ટિ પ્રશંસાઃ– આત્મસ્વરૂપના અજાણ જીવોનાં જ્ઞાન, તપ, શીલ, ચારિત્ર, દાન વગેરેને પોતામાં પ્રગટ કરવાનો મનમાં વિચાર થવો અગર તો તેને સારાં જાણવાં તે અન્યદ્રષ્ટિ પ્રશંસા-અતિચાર છે. (અન્યદ્રષ્ટિ એટલે મિથ્યાદ્રષ્ટિ.)
અન્યદ્રષ્ટિ સંસ્તવ– આત્મસ્વરૂપના અજાણ જીવોનાં જ્ઞાન, તપ, શીલ, ચારિત્ર, દાનાદિકનાં ફળને સારું જાણીને વચન દ્વારા તેની સ્તુતિ થઈ જવી તે અન્યદ્રષ્ટિ સંસ્તવઅતિચાર છે.
૭. આ બધાં દોષો છતાં સમ્યગ્દ્રષ્ટિ જીવ તેને દોષ તરીકે ગણે છે અને તે દોષોનો તેને ખેદ છે, માટે તે અતિચાર છે, પણ જે જીવ તે દોષોને દોષ તરીકે ન જાણે અને ઉપાદેય ગણે તેને તો તે અનાચાર છે એટલે કે તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે.
૮. આત્માનું સ્વરૂપ સમજવા માટે શંકા કરીને જે પ્રશ્ન કરવામાં આવે તે શંકા