અ. ૭ સૂત્ર ૨૪-૨પ ] [ ૪૭૭ નથી પણ આશંકા છે; અતિચારોમાં જે શંકા દોષ કહ્યો છે તેમાં તેનો સમાવેશ થતો નથી.
પ્રશંસા અને સંસ્તવમાં એટલો ભેદ છે કે, પ્રશંસા મન દ્વારા થાય છે અને સંસ્તવ વચન દ્વારા થાય છે. ।। ૨૩।।
અર્થઃ– [व्रतशीलेषु] વ્રત અને શીલોમાં પણ [यथाक्रमम्] અનુક્રમે દરેકમાં [पंच पंच] પાંચ પાંચ અતિચારો છે.
નોંધઃ– વ્રત કહેતાં અહિંસાદિ પાંચ અણુવ્રત સમજવા અને શીલ કહેતાં ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એ સાત સમજવા. આ દરેકના પાંચ અતિચારોનું વર્ણન હવેના સૂત્રોમાં કરે છે. ।। ૨૪।।
बंधवधच्छेदातिभारारोपणान्नपाननिरोधाः।। २५।।
લાદવો અને [अन्नपाननिरोधाः] અન્નપાનનો નિરોધ કરવો-એ પાંચ અહિંસા- અણુવ્રતના અતિચાર છે.
બંધ–પ્રાણીઓને ઇચ્છિત સ્થાનમાં જતાં રોકવા માટે રસ્સી વગેરેથી બાંધવા તે. વધ–પ્રાણીઓને લાકડી વગેરેથી મારવું તે. છેદ–પ્રાણીઓના નાક-કાન વગેરે અંગો છેદવા તે. અતિભાર–આરોપણ–પ્રાણીની શક્તિથી અધિક ભાર લાદવો તે. અન્નપાનનિરોધ–પ્રાણીઓને વખતસર ખાવા-પીવા ન દેવું તે. અહીં અહિંસા-અણુવ્રતના અતિચાર તરીકે ‘પ્રાણવ્યપરોપણ’ને ગણવું નહિ, કેમ કે પ્રાણવ્યપરોપણ તે હિંસાનું લક્ષણ છે એટલે તે અતિચાર નથી પણ અનાચાર છે. તે સંબંધી પૂર્વે સૂત્ર ૧૩ માં કહેવાઈ ગયું છે. ।। ૨પ।।