Moksha Shastra (Gujarati). Sutra: 26 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 478 of 655
PDF/HTML Page 533 of 710

 

૪૭૮ ] [ મોક્ષશાસ્ત્ર

સત્ય–અણુવ્રતના પાંચ અતિચાર
मिथ्योपदेशरहोभ्याख्यानकूटलेखक्रियान्यासापहार–
साकारमन्त्रभेदाः।। २६।।
અર્થઃ– [मिथ्या उपदेश] મિથ્યા ઉપદેશ, [रहोभ्याख्यान] રહોભ્યાખ્યાન

[कूटलेखक्रिया] કૂટલેખક્રિયા, [न्यास अपहार] ન્યાસ અપહાર અને [साकारमन्त्रभेदाः] સાકાર મંત્રભેદ-એ પાંચ સત્ય-અણુવ્રતના અતિચારો છે.

ટીકા

મિથ્યા ઉપદેશઃ– કોઈ જીવને અભ્યુદય અગર મોક્ષ સાથે સંબંધ રાખવાવાળી ક્રિયામાં સંદેહ ઉત્પન્ન થયો અને તેણે આવીને પૂછયું કે આ વિષયમાં મારે શું કરવું? તેનો ઉત્તર આપતાં સમ્યગ્દ્રષ્ટિ વ્રતધારીએ પોતાની ભૂલથી વિપરીતમાર્ગનો ઉપદેશ આપ્યો, તો તે મિથ્યા ઉપદેશ કહેવાય છે; અને તે સત્ય-અણુવ્રતનો અતિચાર છે. જાણવા છતાં જો મિથ્યા ઉપદેશ કરે તો તે અનાચાર છે. વિવાદ ઉપસ્થિત થતાં સંબંધને ઉલંઘીને અસંબંધરૂપ ઉપદેશ આપવો તે પણ અતિચારરૂપ મિથ્યાઉપદેશ છે.

રહોભ્યાખ્યાનઃ– કોઈ ખાનગી વાત પ્રગટ કરવી તે. કૂટલેખક્રિયાઃ– પર પ્રયોગના વશે (અજાણતાં) કોઈ ખોટો લેખ લખવો તે. ન્યાસ અપહારઃ– કોઈ માણસ કાંઈ વસ્તુ મૂકી ગયો અને તે પાછી માગતી વખતે તેણે ઓછી માંગી ત્યારે એ પ્રમાણે ઓછું કહીને તમારું જેટલું હોય તેટલું લઈ જાવ એ કહેવું તથા ઓછું પાછું આપવું તે ન્યાસ અપહાર છે.

સાકાર મંત્રભેદઃ– હાથ વગેરેની ચેષ્ટા ઉપરથી બીજાના અભિપ્રાયને જાણીને તે પ્રગટ કરી દેવો તે સાકાર મંત્રભેદ છે.

વ્રતધારીને આ દોષો પ્રત્યે ખેદ હોય છે તેથી તે અતિચાર છે. પણ જીવને જો તે પ્રત્યે ખેદ ન હોય તો તે અનાચાર છે એટલે કે ત્યાં વ્રતનો અભાવ જ છે એમ સમજવું. ।। ૨૬।।

અચૌર્ય–અણુવ્રતના પાંચ અતિચાર
स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिक–
मानोन्मानप्रतिरूपकव्यवहाराः।। २७।।

અર્થઃ– [स्तेन प्रयोग] ચોરી માટે ચોરને પ્રેરણા કરવી કે તેનો ઉપાય બતાવવો [तत् आहृत आदान] ચોરે ચોરેલી વસ્તુને ખરીદવી, [विरुद्ध राज्य अतिक्रम] રાજ્યની