અ. ૭ સૂત્ર ૨૮-૨૯ ] [ ૪૭૯ આજ્ઞા વિરુદ્ધ ચાલવું, [हीनाधिकमानोन्मान] દેવા લેવાનાં માપ ઓછાં વધારે રાખવાં અને [प्रतिरूपक व्यवहाराः] કિંમતી વસ્તુમાં હલકી (-ઓછી કિંમતની) વસ્તુ મેળવીને અસલી ભાવે વેચવી-આ પાંચ અચૌર્ય-અણુવ્રતના અતિચારો છે.
સ્તેનપ્રયોગઃ– ચોરને એમ કહેવું કે-‘આજકાલ ધંધા વગરના કેમ છો? ભોજન વગેરે ન હોય તો મારી પાસેથી લઈ જજો; તમારી પાસેની ચીજનો કોઈ ખરીદનાર ન મળે તો હું વેચી દઈશ’ ઇત્યાદિ વચનોથી ચોરને ચોરીમાં પ્રવૃત્ત કરે, પણ પોતે પોતાની કલ્પનાથી ચોરી કરતો નથી તો તેને અચૌર્યવ્રત ટકી રહેવાથી વ્રતધારી કહેવાય છે. ચોરીને માટે ચોરને તે સહાયક થાય છે તેથી તેને સ્તેનપ્રયોગ અતિચાર છે.
અર્થઃ– [परविवाहकरण] બીજાનાં પુત્ર-પુત્રીઓના વિવાહ કરવા-કરાવવા, [परिगृहीत इत्वरिकागमन] પતિસહિત વ્યભિચારિણી સ્ત્રીઓ પાસે આવવું-જવું, લેણદેણ રાખવી, રાગ-ભાવપૂર્વક વાતચીત કરવી, [अपरीगृहीत इत्वरिकागमन] પતિરહિત વ્યભિચારિણી સ્ત્રી (વેશ્યાદિ) ને ત્યાં આવવું-જવું, લેણ દેણ વગેરેનો વ્યવહાર રાખવો, [अनंगक्रीडा] અનંગ ક્રીડા એટલે કે કામસેવન માટે નિશ્ચિત અંગોને છોડીને અન્ય અંગોથી કામસેવન કરવું અને [कामतीव्राभिनिवेशाः] કામસેવનની અત્યંત અભિલાષા-એ પાંચ બ્રહ્મચર્ય-અણુવ્રતના અતિચારો છે. ।। ૨૮।।
અર્થઃ– [क्षेत्रवास्तु प्रमाणातिक्रमाः] ક્ષેત્ર અને રહેવાના સ્થાનના પરિમાણનું ઉલ્લંઘન કરવું, [हिरण्यसुवर्णप्रमाणातिक्रमाः] ચાંદી અને સોનાના પરિમાણનું ઉલ્લંઘન કરવું. [धनधान्यप्रमाणातिक्रमाः] ધન (પશુ વગેરે) તથા ધાન્યના પરિમાણનું ઉલ્લંઘન કરવું, [दासीदासप्रमाणातिक्रमाः] દાસી અને દાસના પરિમાણનું ઉલ્લંઘન કરવું તથા [कृप्यप्रमाणातिक्रमाः] વસ્ત્ર, વાસણ, વગેરેના પરિમાણનું ઉલ્લંઘન કરવું-એ પાંચ અપરિગ્રહ-અણુવ્રતના અતિચારો છે. ।। ૨૯।।