૪૮૦ ] [ મોક્ષશાસ્ત્ર
આ રીતે પાંચ અણુવ્રતોના અતિચારોનું વર્ણન કર્યું, હવે ત્રણ ગુણવ્રતોના અતિચારો વર્ણવે છે.
અર્થઃ– [ऊर्ध्व व्यतिक्रम] માપથી અધિક ઊંચાઈવાળા સ્થળોએ જવું, [अधः व्यतिक्रम] માપથી નીચા (કૂવો, ખાણ વગેરે) સ્થળોએ ઉતરવું, [तिर्यक् व्यतिक्रम] ત્રાંસા અર્થાત્ સમાન સ્થાનના માપથી વધારે દૂર જવું, [क्षेत्रवृद्धि] મર્યાદા કરેલા ક્ષ્રેત્રને વધારવું અને [स्मृति अन्तराधानानि] મર્યાદા કરેલા ક્ષેત્રને ભૂલી જવું-એ પાંચ દિગ્વ્રતના અતિચારો છે. ।। ૩૦।।
અર્થઃ– [आनयन] મર્યાદા બહારની ચીજને મંગાવવી, [प्रेष्यप्रयोग] મર્યાદા બહાર નોકર વગેરેને મોકલવા, [शब्द अनुपात] ખાંસી, શબ્દ વગેરેથી મર્યાદા બહારના જીવોને પોતાનો અભિપ્રાય સમજાવી દેવો, [रूपानुपात] પોતાનું રૂપ વગેરે દેખાડીને મર્યાદા બહારના જીવોને ઇસારા કરવા અને [पुद्गल क्षेपाः] મર્યાદા બહાર કાંકરા વગેરે ફેંકવા-એ પાંચ દેશવ્રતના અતિચારો છે. ।। ૩૧।।
અર્થઃ– [कन्दर्प] રાગથી હાસ્યસહિત અશીષ્ટ વચન બોલવાં, [कौत्कुच्य] શરીરની કુચેષ્ટા કરીને અશીષ્ટ વચન બોલવાં [मौखर्य] દુષ્ટતાપૂર્વક જરૂર કરતાં વધારે બોલવું, [असमीक्ष्याधिकरण] પ્રયોજન વગર મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવી અને [उपभोग परिभोग अनर्थक्यानि] ભોગ-ઉપભોગના પદાર્થોનો જરૂર કરતાં વધારે સંગ્રહ કરવો-એ પાંચ અનર્થદંડવ્રતના અતિચારો છે. ।। ૩૨।।
આ રીતે ત્રણ ગુણવ્રતના અતિચારોનું વર્ણન કર્યું, હવે ચાર શિક્ષાવ્રતના અતિચારો વર્ણવે છે.