૪૮૨ ] [ મોક્ષશાસ્ત્ર
ભોગ–જે વસ્તુ એક જ વખત વપરાય તે ભોગ, જેમ કે અન્ન; તેને પરિભોગ પણ કહેવાય છે.
ઉપભોગ–જે વસ્તુ વારંવાર વપરાય તે ઉપભોગ, જેમકે વસ્ત્ર વગેરે. ।। ૩પ।।
અર્થઃ– [सचित्तनिक्षेप] પત્ર-પાન વગેરે સચિત્ત વસ્તુમાં રાખીને ભોજન દેવું, [अपिधान] સચિત્ત વસ્તુથી ઢાંકેલ ભોજન દેવું, [परव्यपदेश] બીજા દાતારની વસ્તુને દેવી, [मात्सर्य] અનાદરપૂર્વક દેવું અથવા બીજા દાતારની ઈર્ષાપૂર્વક દેવું અને [कालातिक्रमाः] યોગ્યકાળનું ઉલ્લંઘન કરીને દેવું-એ પાંચ અતિથિસંવિભાગ- શિક્ષાવ્રતના અતિચારો છે.
આ રીતે ચાર શિક્ષાવ્રતના અતિચારો કહ્યા. ।। ૩૬।।
અર્થઃ– સલ્લેખના ધારણ કર્યા પછી [जीवितमरणआशंसा] જીવવાની ઇચ્છા કરવી કે વેદનાથી વ્યાકુળ થઈને શીઘ્ર મરવાની ઇચ્છા કરવી, [मित्रानुराग] અનુરાગ વડે મિત્રોનું સ્મરણ કરવું, [सुखानुबंध] પૂર્વે ભોગવેલા સુખોનું સ્મરણ કરવું અને [निदानानि] નિદાન કરવું એટલે કે ભવિષ્યમાં વિષયો મળે એવી ઇચ્છા કરવી-એ પાંચ સલ્લેખના વ્રતના અતિચારો છે.
આ પ્રમાણે શ્રાવકના અતિચારોનું વર્ણન પૂરું થયું. ઉપર કહ્યા પ્રમાણે સમ્યગ્દર્શનના પ, બાર વ્રતના ૬૦ અને સલ્લેખનાના પ એ રીતે કુલ ૭૦ અતિચારોનો જે ત્યાગ કરે તે જ નિર્દોષ વ્રતી છે. ।। ૩૭।।
અર્થઃ– [अनुग्रहअर्थं] અનુગ્રહના હેતુથી [स्वस्य अतिसर्गः] ધન વગેરે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે [दानम्] દાન છે.