ભૂમિકા
પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં કહ્યું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અકેતા તે મોક્ષમાર્ગ છે. બીજા સૂત્રમાં કહ્યું કે તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે; ત્યારપછી ચોથા સૂત્રમાં સાત તત્ત્વોનાં નામ જણાવ્યાં; તેમાંથી જીવ, અજીવ અને આસ્રવ એ ત્રણ તત્ત્વોનું વર્ણન સાત અધ્યાય સુધીમાં કર્યું. આસ્રવ પછી બંધતત્ત્વ આવે છે; તેથી આચાર્યદેવ આ અધ્યાયમાં બંધ તત્ત્વનું વર્ણન કરે છે.
બંધના બે પ્રકાર છે-ભાવબંધ અને દ્રવ્યબંધ. આ અધ્યાયના પહેલા બે સૂત્રમાં જીવના ભાવબંધનું અને તે ભાવબંધનું નિમિત્ત પામીને થતા દ્રવ્યકર્મના બંધનું વર્ણન કર્યું છે. ત્યારપછીના સૂત્રોમાં દ્રવ્યબંધના પ્રકાર, તેની સ્થિતિ અને તે ક્યારે છૂટે એ વગેરેનું વર્ણન કર્યું છે.
અર્થઃ– [मिथ्यादर्शन अविरति प्रमाद कषाय योगाः] મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ- એ પાંચ [बंधहेतवः] બંધનાં કારણો છે.
૧. આ સૂત્ર ઘણું ઉપયોગી છે; સંસાર શું કારણે છે તે આ સૂત્ર બતાવે છે. ધર્મ માં પ્રવેશ કરવા ઇચ્છતા જીવો તથા ઉપદેશકો, જ્યાં સુધી આ સૂત્રનો મર્મ ન સમજે ત્યાં સુધી એક મહાન ભૂલ કરે છે. તે આ પ્રમાણે છે. બંધનાં પાંચ કારણોમાંથી સૌથી પહેલાં મિથ્યાદર્શન ટળે છે અને પછી અવિરતિ વગેરે ટળે છે, છતાં તેઓ પ્રથમ મિથ્યાદર્શનને ટાળ્યા વગર અવિરતિને ટાળવા મથે છે અને તે હેતુથી તેમણે માનેલા બાળવ્રત વગેરે ગ્રહણ કરે છે તથા બીજાને પણ તેઓ ઉપદેશ આપે છે; વળી આ બાળવ્રત વગેરે ગ્રહણ કરવાથી અને તેનું પાલન કરવાથી મિથ્યાદર્શન ટળી જશે-એમ